cf7610b9 37be 4ac8 b2ad 85b0400737ab

Women murdered in ahmedabad: અમદાવાદમાં પણ સુરત જેવી ઘટના બની, પ્રેમીએ જાહેરમાં છરી દ્વારા યુવતીની હત્યા કરી- વાંચો સમગ્ર ઘટના વિશે

Women murdered in ahmedabad: અમદાવાદ ના માધવપુરા માં પણ ગ્રીષ્માની જેમ હત્યા

અમદાવાદ, ૦૮ માર્ચ: Women murdered in ahmedabad: આજે પૂરો દેશ વિશ્વ મહિલા દિવસ મનાવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મહિલા પર ક્રૂર અત્યાચારની એક ઘટના સામે આવી છે. શહેરના માધવપુરા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાને છરી દ્વારા હત્યા (Women murdered in ahmedabad) કરી છે. આ સમગ્ર ઘટના નો CCTV કેમેરા કેદ થઇ હતી, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

madhavpura murder

મળતી માહિતી મુજબ, આ ઘટના માધવપુરા પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે બની હતી. પોલીસે જણાવ્યું કે નવીન નામના યુવકને એક પરિણીત મહિલા સાથે પ્રેમ હતો. આજે બપોરે નશાની હાલતમાં તેણે જાહેરમાં પરિણીતાને છરીના ઘા ઝીંકી હત્યા (Women murdered in ahmedabad) કરી હતી. જે બાદ તેણે ઘરે જઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મહત્યા કરે તે પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Railway Non-Fare revenue scheme: નોન-ફેર રેવન્યુ યોજના હેઠળ રેલવે સ્ટેશનો ની કો-બ્રાન્ડિંગની નવી કલ્પના શરૂ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગ્રીષ્મા નામની યુવતીની હત્યા બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગુજરાતના ગૃહમંત્રી સહિત મુખ્યમંત્રી પણ ગ્રીષ્માના પરિવારજનોને મળ્યા હતા. સાથે જ પીડિત પરિવારને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું. જો કે રાજ્યમાં જે રીતે હત્યા, ચોરી અને લૂંટના કેસ વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ક્રિયતા સામે આવી રહી છે. પોલીસ પ્રશાસન બદમાશો સામે વામણું સાબિત થઈ રહ્યું છે.

Gujarati banner 01