Youth dies due to stray cattle: રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વાંચો વિગતે…

Youth dies due to stray cattle: રખડતા આખલાએ યુવકને અડફેટે લેતા 28 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

અમદાવાદ, 25 ઓક્ટોબર: Youth dies due to stray cattle: રાજ્યમાં રખડતા ઢોરના કારણે મોતનો સિલસિલો જારી છે. આ વચ્ચે પાલીતાણા તાલુકાના માલપરા ગામે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. રખડતા આખલાએ એક યુવકનો ભોગ લીધો છે. કિશોર ગુજરાતી નામનો યુવક ભાવનગરથી દિવાળીના તહેવારની ખરીદી કરી પોતાના ગામ દુધાળા પરત જઈ રહ્યો હતો ત્યારે રખડતા આખલાએ યુવકની બાઈકને અડફેટે લીધી હતી.

રખડતા આખલાએ યુવકને અડફેટે લેતા 28 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દિવાળીના પર્વ પર યુવકના મોતથી બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરનો આંતક એટલી હદે વધ્યો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

48 કલાકમાં ભાવનગરમાં રખડતા આખલાના કારણે આ બીજું મોત થયું છે. દિવાળીના પર્વ પર 28 વર્ષનાં યુવાન કિશોર ગુજરાતીએ રખડતા આખલાના કારણે જીવ ગુમાવતા પરિવારમાં બે નાના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

કિશોર ગુજરાતી નામનો યુવાન ભાવનગરથી ખરીદી કરીને પરત પોતાના ગામ દુધાળા જઈ રહ્યો હતો એ દરમિયાન માલપરા ગામે રખડતા આખલાએ અડફેટે લેતા મોત નિપજ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: WhatsApp server down: દોઢ કલાક પછી ચાલુ થયુ વોટ્સએપ, જાણો શું હતું કારણ…

Gujarati banner 01