dahod child death

Zydus Hospital dahod: દાહોદ શહેરમાં આવેલ એકમાત્ર પ્રતિષ્ઠા ધરાવતી ઝાયડસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી

Zydus Hospital dahod: ગતરોજ દાહોદ તાલુકાના નાની ખરજ ગામે હોળી ફળિયામાં રહેતાં ફતેસિંહભાઈની ૪ વર્ષીય માસુમ બાળાને સાંપે કરડી લીધો હતો અને પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં પરંતુ…..

અમદાવાદ, 05 જુલાઈ: Zydus Hospital dahod: (સોર્સ: ન્યુજ રીચ) દાહોદ શહેરમાં આવેલ એકમાત્ર પ્રતિષ્ઠા ધરાવતી ઝાયડસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં એક ૪ વર્ષીય બાળાને સાંપ કરડતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવાતાં પરંતુ ત્યા હાજર તબીબો દ્વારા પહેલા પોલીસ મથકે જાણ કરો બાદમાં સારવાર કરવામાં આવશે તેવી જીદને પગલે સારવારથી વંચિત રહેલ બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં કરૂણાંતિકા છવાઈ ગઈ હતી અને આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો અને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં પરિવારજનોના દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.  

છેલ્લા કેટલાંય મહિલાઓથી દાહોદની ઝાયડસ હોસ્પિટલના સ્ટાફથી લઈ તબીબોનું વર્તન કંઈક અલગ જાેવા મળી રહ્યું છે. સારવાર અર્થે આવતાં દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે દાહોદની ઝાયડસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા અસભ્ય વર્તન વર્તન તેમજ ગેરવર્ણતુક કરવામાં આવતી હોવાની છડેચોક બુમો ઉઠવા પામી છે. હોસ્પિટલમાં આવતાની સાથે દર્દી અને તેમના પરિવારજનોને સ્ટાફ દ્વારા કોઈ ચોક્કસ જવાબ પણ આપવામાં આવતો ન હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. એક સ્થળેથી બીજા સ્થળે અને એક કાઉન્ટર પરથી બીજા કાઉન્ટર પર ધરમના ધક્કા પણ ખવડાવવામાં આવતાં હોય છે ત્યારે ગતરોજ આવો જ કડવો અનુભવ એક દર્દીના પરિવારજનોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ તરફથી થવા પામ્યો હતો અને જેને પગલે પરિવારજનોએ પોતાની ૪ વર્ષીય માસુમ બાળાને ગુમાવી દીધી.

Zydus Hospital dahod: ગતરોજ દાહોદ તાલુકાના નાની ખરજ ગામે હોળી ફળિયામાં રહેતાં ફતેસિંહભાઈની ૪ વર્ષીય માસુમ બાળાને સાંપે કરડી લીધો હતો અને પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં પરંતુ ત્યાં જતાં હાજર તબીબો દ્વારા જણાવાયું હતું કે પ્રથમ તમો પોલીસમાં જાણ કરો અને બાદમાં અમો સારવાર કરીશું, તેમ જણાવતાં બાળાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, પ્રથમ તમો સારવાર કરો અમો પોલીસમાં જાણ કરવાની કામગીરી હાથ ધરીએ છીએ, તેમ છતાંય ઝાયડસ હોસ્પિટલના તબીબો દ્વારા બાળાની સારવાર ન કરતાં અડધો કલાક સુધી બાળા સાથે પરિવારજનો હોસ્પિટલમાંજ સમય વિતી જતાં જાેતજાેતામાં બાળકીનું મોત નીપજ્યું હતું.

  સમગ્ર મામલે મૃતક બાળાના પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો અને હાજર તબીબો સાથે પરિવારજનોની તું.. તું.. મેં..મેં..ના દ્રશ્યો પણ જાેવા મળ્યાં હતાં ત્યારે શું માત્ર પોલીસ કાર્યવાહી બાદ જ હોસ્પિટલના સત્તાધીશો સારવાર કરશે ? માનવના જીવવનું કોઈ મહત્વ નથી ? જેવા અનેક સવાલો ઉઠવા પામ્યાં છે ત્યારે બીજી તરફ દાહોદની ઝાયડસ હોસ્પિટલના સ્ટાફ મિત્રોનું વર્તન પણ છેલ્લા ઘણા સમયથી બદલાયેલું જાેવા મળ્યું છે. દર્દીઓ અને તેમના પરિવારજનોને કોઈ સ્પષ્ટ જવાબ પણ મળતો ન હોવાના આક્ષેપો પણ છડેચોક થઈ રહ્યાં છે ત્યારે દાહોદની ઝાયડસ હોસ્પિટલના સત્તાધીશો તેમજ સ્ટાફ મિત્રોનું આવુજ વર્તન રહ્યું તો આગામી દિવસોમાં કોઈ આવો બનાવ બનશે તો મોટો હોબાળો ન થાય તેની તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો..Gujarat rain alert: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ, જરોદ NDRFની 5 ટીમો સ્ટેન્ડબાય

Gujarati banner 01