Heavy rainfall in mumbai

Heavy rainfall in mumbai: મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, હવામાન વિભાગ એ આગામી 5 દિવસ માટે એલર્ટ જાહેર કર્યું- વાંચો વિગત

Heavy rainfall in mumbai: મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, બીડ, લાતુર, જાલના, પરભણી અને અન્ય ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી

મુંબઇ, 05 જુલાઇઃ Heavy rainfall in mumbai: મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં સ્થિતિ વણસી રહી છે. ગઈકાલે રાત્રે અને આજે સવારે મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. 

આ દરમિયાન શહેરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તેના કારણે વાહન વ્યવહાર અને રેલવે સેવાઓ પર માઠી અસર થઈ શકે છે. મુંબઈગરાઓને આ દિવસો દરમિયાન સાવચેત રહેવા જણાવાયું છે. મુંબઈના ઘાટકોપર ઉપનગરમાં ભૂસ્ખલનના અહેવાલો છે. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે. જે તસવીરો સામે આવી છે તેમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળે છે. આ પાણી લોકોના ઘૂંટણ સુધી ભરાય છે.

આ પણ વાંચોઃ Zydus Hospital dahod: દાહોદ શહેરમાં આવેલ એકમાત્ર પ્રતિષ્ઠા ધરાવતી ઝાયડસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી

હવામાન વિભાગ (IMD) એ આગામી 5 દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, બીડ, લાતુર, જાલના, પરભણી અને અન્ય ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગે મુંબઈ અને થાણે જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો..Gujarat rain alert: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ, જરોદ NDRFની 5 ટીમો સ્ટેન્ડબાય

Gujarati banner 01