Rain 600x337 1

Gujarat rain alert: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ, જરોદ NDRFની 5 ટીમો સ્ટેન્ડબાય

Gujarat rain alert: NDRFની ટીમોને રાજ્યના વિવિધ ભાગોમાં રવાના કરવામાં આવી છે. વડોદરાથી જરોદ એનડીઆરએફની 5 ટીમો રાજ્યના વિવિધ ભાગોમાં રવાના

ગાંધીનગર, 05 જુલાઈ: Gujarat rain alert: રાજ્યમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદ તેમજ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં 12 ઈંચ વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગુજરાત રાહત કમિશનરે NDRFની 5 ટીમોને સ્ટેન્ડબાય પર રાખી છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમોને રાજ્યના વિવિધ ભાગોમાં રવાના કરવામાં આવી છે.

વડોદરાથી જરોદ એનડીઆરએફની 5 ટીમો રાજ્યના વિવિધ ભાગોમાં રવાના કરવામાં આવી છે. બે ટીમ રાજકોટ, એક બનાસકાંઠા અને એક ભુજ મોકલવામાં આવી છે. તંત્ર દ્વારા સંભવિત બચાવ અને રાહત કાર્યને ઝડપી બનાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે સાંજે 4 થી 7 વાગ્યા સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ જૂનાગઢના વિસાવદરમાં 6 ઈંચ અને કોયલીમાં 4 ઈંચ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હવામાન વિભાગે રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એક જ દિવસમાં ગુજરાતના 143 તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ વાંસદામાં થયો છે. વાંસદામાં 5 ઈંચ જ્યારે ખંભાળિયામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

ખેરગામ, વિરપુર, જૂનાગઢ અને વંથલીમાં પણ સારો વરસાદ થયો છે. તો માળીયા, માંડવી, વાપી, નવસારી, તાલાલા અને ઉમરગામમાં પણ વરસાદે રમઝટ બોલાવી હતી.

આ પણ વાંચો..Mangalwar rashi bhavishya: જાણો કઈ રાશિના જાતકોને આજે પારિવારિક સમસ્યાનો સામનો કરવો પડશે

Gujarati banner 01