Travis Head

AUS Win World Cup 2023: ફરી એકવાર તૂટ્યા કરોડો ચાહકોના દિલ, વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગયું ભારત

AUS Win World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો

ખેલ ડેસ્ક, 19 નવેમ્બરઃ AUS Win World Cup 2023: વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 240 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ આસાનીથી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ માર્નસ લાબુશેને પણ તેને સારો સાથ આપ્યો અને અડધી સદી ફટકારી.

આ હાર સાથે ફરી એકવાર ભારતીય ટીમનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો છે. ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે 2 અને મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો… Big News for PLI Scheme: સરકારે પીએલઆઈ સ્કીમ – 2.0 હેઠળ 27 ઉત્પાદકોને મંજૂરી આપી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો