stock market

Stock Market Update: ભારતીય શેેર બજારમાં આજે પણ તેજીનો માહોલ, આ શેર રોકાણકારોને થઇ રહ્યો છે ફાયદો

Stock Market Update: ટોપ લૂઝર્સમાં નિફ્ટીમાં ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સિપ્લા અને સન ફાર્માના શેર જોવા મળી રહ્યા છે

બિઝનેસ ડેસ્ક, 29 જુલાઇઃ Stock Market Update: ભારતીય શેર બજારમાં આજે ફૂલગુલાબી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 508.65 પોઈન્ટ (0.89 ટકા)ની તેજી સાથે 57366.44 પોઈન્ટ પર ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે 154.70 (0.91ટકા) પોઈન્ટની તેજી સાથે 17084.30ના સ્તરે ખુલ્યો. 

ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ
નિફ્ટીમાં એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ, ટાઈટર કંપનીના શેર ધમાલ મચાવતા જોવા મળ્યા જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ટાટાસ્ટીલ, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ અને મારુતિ સુઝૂકી ટોપ ગેઈનર્સમાં જોવા મળી રહ્યા છે. 

ટોપ લૂઝર્સમાં નિફ્ટીમાં ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સિપ્લા અને સન ફાર્માના શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ડો.રેડ્ડીઝ લેબ અને સન ફાર્માના શેર ટોપ લૂઝર્સમાં છે. ટ્રેડિંગની શરૂઆતમાં જ સેન્સેક્સના 30માંથી 29 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. 

આ પણ વાંચોઃ Shravan 2022: આજથી શ્રાવણ મહિનાનો શરુ, જાણો મહાદેવને પ્રસન્ન કરવા શું કરવું ?

આ પણ વાંચોઃ Mock drill at Gabbar Ropeway: ગબ્બરની ઊંચે ટોચ પર રોપ વેમાં ફસાયેલા યાત્રિકોને બચાવવા માટેના લાઈવ રેસ્ક્યુ ઓપરેશનનું દિલધડક ડેમોસ્ટ્રેશન કરાયું

Gujarati banner 01