Sawan Month

Shravan 2022: આજથી શ્રાવણ મહિનાનો શરુ, જાણો મહાદેવને પ્રસન્ન કરવા શું કરવું ?

Shravan 2022: શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઉઠીને મહાદેવનું ધ્યાન ધરો, જો ઉપવાસ કર્યો હોય તો જરુરથી આ કાર્ય કરો નહીં તો તમારો ઉપવાસ કરવો વ્યર્થ છે

ધર્મ ડેસ્ક, 29 જુલાઇઃ Shravan 2022: આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનામાં ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો વિશેષ પૂજા-અર્ચના કરે છે. ભક્તો આખો મહિનો શિવને પ્રસન્ન કરવાના તમામ પ્રયાસ કરે છે. આ મહિનામાં કેટલાંક ખાસ કામ શુભ માનવામાં આવે છે. જ્યારે અમુક કામ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે અમે તમને જણાવીશું કે કયા કામ કરવા જોઈે અને કયા કામ ન કરવા જોઈએ.

શ્રાવણ મહિનામાં કરો આ કામ:
શ્રાવણ મહિનાામાં તમારા દ્વારા કરવામાં આવતી તમામ પૂજા ભગવાન શિવ પર કેન્દ્રિત  થવી જોઈએ. શ્રાવણના મહિનામાં દરેક દિવસે ભગવાન શિવને અર્પણ કરવો જોઈએ. જો તમે દરરોજ જળ અર્પણ ન કરી શકો તો શ્રાવણના સોમવારે મંદિર જઈને ભગવાન શિવને ચંદનનું તિલક લગાઓ. પુષ્પ અર્પણ કરો અને તેમને જળ ચઢાઓ. આમ કરવાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે. શ્રાવણના મહિનામાં પોતાના ખાવા-પીવાનું પણ ધ્યાન રાખો. શ્રાવણના મહિનામાં હળવું ભોજન કરો અને તેવું ભોજન કરવાથી બચો જેને પચવામાં વધારે સમય લાગતો હોય. એવું માનવામાં આવે છે કે શ્રાવણના મહિનામાં પાચન તંત્ર ધીમી ગતિથી કામ કરે છે. જો આ મહિનામાં ખાવા-પીવાનું ધ્યાન નહીં રાખીએ તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

શ્રાવણમાં આ કામ ન કરશો:
શ્રાવણના મહિનામાં માંસ-મદિરાનું સેવન ન કરશો. જે લોકો નોનવેજ ખાય છે તેમણે શ્રાવણ મહિનામાં તેનાથી દૂર રહેવું જોઈએ. તેનાથી તમારું પેટ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે.

આ પણ વાંચોઃ Mock drill at Gabbar Ropeway: ગબ્બરની ઊંચે ટોચ પર રોપ વેમાં ફસાયેલા યાત્રિકોને બચાવવા માટેના લાઈવ રેસ્ક્યુ ઓપરેશનનું દિલધડક ડેમોસ્ટ્રેશન કરાયું

ખોટું બોલીને કોઈ કામ ન કરશો:
આ મહિનામાં ખોટું બોલીને કોઈપણ કામ ન કરશો. ભોલે શંકર નાની પૂજાથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જે લોકો જૂઠ્ઠાણાનો સહારો લઈને કામ કરે છે. તેમને ભગવાન સારું ફળ આપતાં નથી.

સિનિયર સિટીઝન-મોટા લોકોને ખુશ રાખો:
આ મહિનામાં મોટા લોકો અને સિનિયર સિટીઝનના આશીર્વાદ બહુ ફળે છે. તેમના અનાદરથી બચો અને સેવાભાવથી તેમને ખુશ રાખો. કોઈપણ એવું વાક્ય ન બોલશો જેનાથી તેમનુ મન દુખી થાય અને તે નારાજ થઈ જાય. ક્રોધથી દૂર રહો અને ઘરના બધા સભ્યોની સાથે સારો વ્યવહાર કરો. ક્રોધ કરવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે.

વ્રતને અધૂરું છોડશો નહીં:
જો તમે શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરો છો તો તેના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરો. વ્રતને ક્યારેય પણ અધૂરા છોડશો નહીં. જેમ કે કેટલાંક લોકો ચાર સોમવારનો સંકલ્પ કરે છે પરંતુ બે કરીને છોડી દે છે. આવું  ન કરશો. જો તમે સક્ષમ ન હોય તો વ્રત કરવાનો સંકલ્પ ન લેશો. વ્રત દરમિયાન તેનું આચરણ સંપૂર્ણ  રીતે પવિત્ર રહેવું જોઈએ. તેનાથી શ્રાવણનો મહિનો તમારા માટે બહુ જ શુભદાયી નીવડશે.

આ પણ વાંચોઃ Arjunsingh chauhan accused of molestation: પૂર્વ સરપંચે ગુજરાત સરકારના મંત્રી સામે પત્ની પર શારીરિક શોષણનો લગાવ્યો આક્ષેપ

Gujarati banner 01