Covid test of African players before the match

Covid test of African players before the match: ભારત વિરૂદ્ધ શ્રેણી પહેલા આફ્રિકન ખેલાડીઓનો થયો કોવિડ ટેસ્ટ, જાણો શું પરિણામ આવ્યું

Covid test of African players before the match: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી-20 સીરિઝ રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 જૂનઃ Covid test of African players before the match: ભારત પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકન ટીમે કોવિડ-19 તપાસમાં તમામ સભ્યોના નેગેટિવ રહ્યા બાદ મેદાન પર પ્રેક્ટિસ શરૂ કરી છે. તબરેજ શમ્સી અને કેશવ મહારાજની સ્પિનરોની જોડી બોલને યોગ્ય જગ્યાએ ફેકવા માટે પરસેવો વહાવતા જોવા મળ્યા હતા. અનુભવી વિકેટકીપર ક્વિન્ટન ડી કોક આ સીઝન દરમિયાન ટેન્ટ પાસે ખુરશી પર બેસીને સ્પિનરોની બોલિંગને જોઇ રહ્યો હતો. શમ્સી અને મહારાજ પછી એડન માર્કરમે પણ સ્પિન બોલિંગની પ્રેક્ટિસ કરી હતી.

આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સના ડ્વેન પ્રિટોરિયસ સાથે આ તિકડી ભારત વિરૂદ્ધ આગામી પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં મહત્વની ભૂમિકા નીભાવી શકે છે.

આ પણ વાંચોઃ PM Modi will visit Ahmedabad again: અમદાવાદમાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 10 જૂનના રોજ શહેરના આ સ્થળની લેઈ શકે છે મુલાકાત

પાંચ વર્ષ પછી ટીમમાં વાપસી કરી રહેલા વેન પાર્નેલે પ્રેક્ટિસ દરમિયાન લાંબો સ્પેલ ફેક્યો હતો જ્યરે રાસી વેન ડેર ડૂસન મુખ્ય કોચ માર્ક બાઉચરની દેખરેખમાં બેટિંગ પ્રેક્ટિસમાં પ્રભાવશાળી જોવા મળ્યો હતો. બાઉચર તે બાદ માર્ક યાનસેનને બેટિંગ સાથે જોડાયેલા કેટલાક સૂચન આપતો જોવા મળ્યો હતો.

ડેવિડ મિલ્લર માલદીવમાં રજા ગાળી રહ્યો છે અને જલ્દી ટીમ સાથે જોડાઇ જશે. દક્ષિણ આફ્રિકાના સભ્યોએ ગુરૂવારે આરટી પીસીઆર ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ ફિરોજશાહ કોટલા મેદાનમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Order of DGCA: એરલાઇન કંપની ડૉક્ટરને પૂછશે કે વિકલાંગ યાત્રી ફ્લાઈટમાં બેસવા માટે યોગ્ય છે કે કેમ

Gujarati banner 01