PM Modi

PM Modi will visit Ahmedabad again: અમદાવાદમાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 10 જૂનના રોજ શહેરના આ સ્થળની લેઈ શકે છે મુલાકાત

PM Modi will visit Ahmedabad again: ગુજરાતમાં બીજેપી સરકારથી વિવિધ પ્રશ્નોને લઈને નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ચાર પ્રવાસની અંદર બીજી વખત ચોથા પ્રવાસે દક્ષિણ ગુજરાતના પ્રવાસે જશે

ગાંધીનગર, 04 જૂનઃ PM Modi will visit Ahmedabad again: અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદીનો પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. 10 જૂનના રોજ તેઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તેમનો આ પ્રવાસ છે જ્યાં તેઓ સભાને સંબોધન કરવાના છે.

તેમનો દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદમાં પણ પ્રવાસ ગોઠવાઈ રહ્યો હોવાની વિગતો સામે આવી છે. માર્ચ મહિનામાં તેઓ અમદાવાદ આવ્યા હતા અને તેમને રોડ શો અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી કર્યો હતો અને સરદાર પટેલ સ્ટેડીયમની મુલાકાત લઈને ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો.

આ પણ વાંચોઃ Order of DGCA: એરલાઇન કંપની ડૉક્ટરને પૂછશે કે વિકલાંગ યાત્રી ફ્લાઈટમાં બેસવા માટે યોગ્ય છે કે કેમ

ફરી વખત અમદાવાદમાં બોપલમાં બનેલા અમદાવાદમાં બોપલ ખાતે ઈસરો ભવનનું લોકાર્પણ વડાપ્રધાન કરી શકે છે. તેવી શક્યતાઓ છે. અત્યાર સુધીમાં વડાપ્રધાન 3 લખત ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે.

10 જૂનનો આ ચોથો પ્રવાસ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. ચીખલી ખાતે આદિવાસી ગૌરવ સંમલનમાં વડાપ્રધાન હાજરી આપશે. આદિવાસીઓ ગુજરાતમાં બીજેપી સરકારથી વિવિધ પ્રશ્નોને લઈને નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ચાર પ્રવાસની અંદર બીજી વખત ચોથા પ્રવાસે દક્ષિણ ગુજરાતના પ્રવાસે જશે. 2022ની વિધાનસભાની ચૂંટણી છે ત્યારે દર મહિને વડાપ્રધાનનો એક એક પ્રવાસ ગોઠવવામાં આવી રહ્યો છે ત્યારે આગામી એક વીકમાં વડાપ્રધાન ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ New option for study of students returning from Ukraine: યુદ્ધની સ્થિતિ બાદ યુક્રેનથી પરત આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સ્ટડી માટે આ ઓપ્શન ખુલ્યા

Gujarati banner 01