teachers Pen chalk down strike

Pen chalk down strike: આજે રાજ્યમાં શિક્ષકો અને કર્મચારીઓનું પેન ડાઉન અને ચોક ડાઉન- જાણો શું છે માંગ?

Pen chalk down strike: જુની પેન્શન યોજના અને અન્ય પ્રશ્નો મામલે સરકારી કર્મચારીઓએ આંદોલન કરવામાં આવ્યુ છે

ગાંધીનગર, 06 માર્ચઃ Pen chalk down strike: આજે સમગ્ર રાજ્યમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ પેન ડાઉન – ચોક ડાઉન કર્યુ છે. જૂની પેન્શન યોજના પુનઃ આપવા સહિતની માગ સાથે આંદોલન શરુ કરવામાં આવ્યુ છે. રાજ્ય કર્મચારી સંગઠનોએ આપેલા આંદોલનમાં આજે પેનડાઉન અને ચોક ડાઉન કરવાના છે. જુની પેન્શન યોજના અને અન્ય પ્રશ્નો મામલે સરકારી કર્મચારીઓએ આંદોલન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે કર્મચારીઓને કામથી અળગા ન રહેવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Titans Player Accident: IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો, આ યુવા ખેલાડીનો થયો અકસ્માત- વાંચો વિગત

શું છે કર્મચારીઓની માગ

  • રાજ્યના તમામ શિક્ષક તથા કર્મચારીઓને જુની પેન્શન યોજના(OPS)નો લાભ મળે તે માટે કરાયુ છે પેન ડાઉન
  • સરકાર સાથે થયેલા સમાધાન અનુસાર 1-4-2005 પહેલા નિયુક્ત કર્મચારીઓને OPSમાં સમાવવામાં આવે
  • સાતમા પગારપંચ મુજબ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ કેન્દ્રના કર્મચારીઓની જેમ આપવામાં આવે
  • ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર મા.શાળાના શિક્ષકોના જુના શિક્ષકની ભરતીના નિયમો સત્વરે બનાવી શાળા બદલવાનો લાભ આપવામાં આવે
  • નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો
  • કોન્ટ્રાકટ, ફીક્સ પગાર યોજના બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવી
  • પ્રાથમિક સંવર્ગની માતૃશકિતને માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરવો
  • મનપા બા જિલ્લા ફેરથી આવેલ શિક્ષકોને નિવૃત્તિ સમયે ફરજ પરના જિલ્લા કે મહાનગરમાં પેન્શન મંજુર થાય તેવો ઠરાવ કરવો
  • 4200 ગ્રેડ-પે નો લાભ આપવો તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને ફાજલનું કાયમી રક્ષણ આપવું
  • HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા
  • સરકારી શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્ય એલાઉન્સ તથા વેકેશન દરમિયાન બજાવેલ ફરજની પ્રાપ્ત રજાઓ સર્વિસ બુકમાં જમા આપવી
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો