IND VS SL

India Win Against SL: ભારતની શ્રીલંકા સામે ભવ્ય જીત, સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ…

India Win Against SL: ભારત સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની

ખેલ ડેસ્ક, 02 નવેમ્બરઃ India Win Against SL: વર્લ્ડકપ 2023માં ભારતનું શાનદાર પ્રદર્શન જારી છે. ટીમે આજે શ્રીલંકાને 302 રને હરાવીને સેમીફાઈનલમાં પણ પ્રવેશ કરી લીધું છે. આ સાથે જ ભારત સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતના સાત મેચમાં સાત જીત સાથે 14 પોઈન્ટ થઈ ગયા છે.

મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 357 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 55 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શુભમન ગિલે 92 રન (92 બોલ, 11 ફોર, 2 સિક્સ), વિરાટ કોહલીએ 88 રન (88 બોલ, 11 ફોર) જ્યારે શ્રેયસ ઐય્યરે 82 રન (56 બોલ, 3 ફોર, 6 સિક્સ) ફટકાર્યા છે.

મોહમ્મદ શામી અને મોહમ્મદ સિરાજે ધમાકેદાર બોલિંગ કરી શ્રીલંકા ઘૂંટણીએ લાવી દીધું હતું. આજની મેચમાં શામીએ 5 વિકેટ ઝડપી છે તો સિરાજે ત્રણ વિકેટ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે 1-1 વિકેટ ખેરવી છે.

આ પણ વાંચો…. 2,000 Note Exchange: શું તમારી પાસે હજુ પણ છે 2000ની નોટ? RBIએ આપ્યું આ ખાસ વિકલ્પ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો