2000 note

2,000 Note Exchange: શું તમારી પાસે હજુ પણ છે 2000ની નોટ? RBIએ આપ્યું આ ખાસ વિકલ્પ…

2,000 Note Exchange: લોકો હવે 2,000ની નોટો બેંક ખાતામાં જમા કરાવવા માટે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા રિઝર્વ બેંકની નિયુક્ત પ્રાદેશિક કચેરીઓને મોકલી શકે છે

કામની ખબર, 02 નવેમ્બરઃ 2,000 Note Exchange: શું તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે. જેને તમે બેંક કે RBI ઓફિસમાં જઈને બદલી શકતા નથી? જો RBIની પ્રાદેશિક કચેરી તમારાથી દૂર છે તો ચિંતા ન કરો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમારા માટે એક નવો વિકલ્પ શોધી કાઢ્યો છે.

આરબીઆઈનું કહેવું છે કે લોકો હવે તેમની રૂ. 2,000ની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા રિઝર્વ બેંકની નિયુક્ત પ્રાદેશિક કચેરીઓને મોકલી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, જે લોકો રિઝર્વ બેંકની પ્રાદેશિક કચેરીઓથી દૂર રહે છે તેમના માટે આ એક સરળ વિકલ્પ છે.

સમાચાર અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રાદેશિક નિર્દેશક રોહિત પી.એ જણાવ્યું હતું કે અમે ગ્રાહકોને તેમના ખાતામાં રકમ સીધી જમા કરાવવા માટે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા RBIને રૂ. 2,000ની નોટો મોકલવાની સૌથી સરળ અને સલામત રીત પ્રદાન કરી રહ્યા છીએ.

આનાથી ગ્રાહકોને બ્રાન્ચમાં જવાની અને કતારોમાં ઉભા રહેવાની તકલીફમાંથી બચી શકાશે. TLR અને વીમા પોસ્ટ બંને વિકલ્પો અત્યંત સલામત છે અને આ વિકલ્પો અંગે લોકોના મનમાં કોઈ ડર હોવો જોઈએ નહીં.

માત્ર દિલ્હી ઓફિસને 700 TLR ફોર્મ મળ્યા હતા

માહિતી અનુસાર એકલા દિલ્હી ઓફિસને અત્યાર સુધીમાં લગભગ 700 TLR ફોર્મ મળ્યા છે. RBI તેની ઓફિસ (2000 નોટ એક્સચેન્જ) ખાતે એક્સચેન્જ સુવિધા સિવાય તેના કોમ્યુનિકેશનમાં આ બે વિકલ્પોનો ફરી સમાવેશ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે RBIએ 19 મેના રોજ 2,000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. લોકોને આ નોટો બેંકોમાં જમા કરાવવાની અને અન્ય મૂલ્યોની નોટો સાથે બદલવાની સુવિધા આપવામાં આવી હતી.

આ પણ વાંચો… World Food India 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023નું ઉદઘાટન કરશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો