Indian Mens Hockey Team Won Gold

Indian Men’s Hockey Team Won Gold: ભારતીય મેન્સ હોકી ટીમે જીત્યો ગોલ્ડ મેડલ, જાણો વિસ્તારે…

Indian Men’s Hockey Team Won Gold: મેન્સ હોકીમાં ભારતે રેકોર્ડ 16મી વખત મેડલ જીત્યો છે

ખેલ ડેસ્ક, 06 ઓક્ટોબરઃ Indian Men’s Hockey Team Won Gold: ભારતના ખેલાડીઓનું આ વખતે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એવામાં એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ હોકી ટીમે આજે ફાઈનલમાં જાપાનને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. મેન્સ હોકીમાં ભારતે રેકોર્ડ 16મી વખત મેડલ જીત્યો છે. આ 16 મેડલમાંથી 4 ગોલ્ડ મેડલ છે. 

ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રથમ મેચથી જ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એશિયન ગેમ્સમાં મેન્સ હોકી ટુર્નામેન્ટમાં કેટલો દબદબો છે તેનો અંદાજ સ્કોરકાર્ડ પરથી લગાવી શકાય છે.

એશિયન ગેમ્સની પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 16-0ના મોટા અંતરથી હરાવ્યું હતું. આ પછી સિંગાપોરને 16-1 અને બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ રાઉન્ડમાં જ જાપાનને 4-2 અને પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું. ત્યારબાદ ફાઇનલમાં જાપાનને 5-1થી હરાવ્યું.

એશિયન ગેમ્સમાં અગાઉ 2014માં સુવર્ણ સફળતા મેળવી હતી 

એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. ભારતે અગાઉ 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા મેળવી હતી.

આ પણ વાંચો… RBI Repo Rate: RBIએ જનતાને આપી તહેવારોની ભેટ, રેપો રેટ આટલા ટક્કા પર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો