Shakti Kant Das

RBI Repo Rate: RBIએ જનતાને આપી તહેવારોની ભેટ, રેપો રેટ આટલા ટક્કા પર…

  • આ સતત ચોથી વખત છે જ્યારે આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો નથી

RBI Repo Rate: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, રેપો રેટ 6.50 ટકા રહેશે

બિજનેસ ડેસ્ક, 06 ઓક્ટોબરઃ RBI Repo Rate: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની MPC બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, રેપો રેટ 6.50 ટકા રહેશે. આ સતત ચોથી વખત છે જ્યારે આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો નથી. RBI ગવર્નરે કહ્યું કે, ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન બનવા માટે તૈયાર છે. જીડીપી 6.5 ટકાના દરે વધવાની ધારણા છે.

RBIની 3 દિવસીય એમપીસી બેઠક, જે 04 ઓક્ટોબરથી ચાલ રહી હતી. 6ઠ્ઠી ઓક્ટોબરે પૂરી થઈ છે અને RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. મધ્યસ્થ બેંકે વિથડ્રોવલ ઓફ એકોમોડેશન વલણ જાળવી રાખ્યું છે. બેંક ફુગાવાને લક્ષ્યની અંદર રાખવા માટે પ્રતિબદ્ધ છે. આ સતત ચોથી વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતુું કે, ખરીફ વાવણીમાં ઘટાડો, રિઝર્વ તેલના નીચા સ્તર અને અસ્થિર વૈશ્વિક ખાદ્ય અને ઉર્જાના ભાવને કારણે એકંદર ફુગાવાનો અંદાજ અનિશ્ચિતતાઓથી ઘેરાયેલો છે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બરમાં મોંઘવારીમાં રાહત મળવાની સંભાવના છે.

જીડીપી 6.5 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છેઃ શક્તિકાંત દાસ

આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે, નાણકીય વર્ષ 2024 માટે જીડીપી 6.5 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. તેમણે કહ્યું કે, 2024 માટે જીડીપી વૃદ્ધિના અનુમાનમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે કહ્યું કે, નાણકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 6.6 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે.

આ પણ વાંચો… Curtain Raiser of 10th Vibrant Gujarat Global Summit: દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઇઝર નવી દિલ્હીમાં…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો