Dwayne Bravo

IPL 2023: હવે આઈપીએલ માં રમતો નહી દેખાય CSKનો આ સ્ટાર ખેલાડી, વાંચો…

IPL 2023: મીની ઓક્શન માટે બ્રાવોએ પોતાનુ નામ નોંધાવ્યુ નથી

ખેલ ડેસ્ક, 02 ડીસેમ્બર: IPL 2023: ધોનીની આગેવાની વાળી ચેન્નાઈ સુપર કિંગ્સમાં બ્રાવો સ્ટાર ખેલાડી રહ્યો છે. વર્ષ 2011 થી બ્રાવો ચેન્નાઈની ટીમનો હિસ્સો રહેનાર બ્રાવોને ચેન્નાઈની ટીમે રિલીઝ કરી દીધો છે અને મીની ઓક્શન માટે બ્રાવોએ પોતાનુ નામ નોંધાવ્યુ નથી. આ પહેલા માનવામાં આવી રહ્યુ હતુ કે, બ્રાવો પોતાના નામ નોંધાવી આઈપીએલમાં પોતાનો કમાલ જારી રાખશે. પરંતુ બ્રાવોએ એમ કર્યુ નથી.

કેટલાક મીડિયા અહેવાલોમાં આ માટે બ્રાવોની ઉંમરનુ કારણ અને ઈજાને બતાવવામાં આવી રહ્યુ છે. જોકે અહેવાલોમાં એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે, બ્રાવો ભલે ટીમમાં સામેલ નહી હોય પરંતુ હવે ફિલ્ડની બહારથી ચેન્નાઈનો સાથ નિભાવશે. એટલ કે બ્રાવો ધોનીની ટીમનો બોલિંગ કોચ તરીકે કામ કરશે.

ટીમને 3 વાર ચેમ્પિયન બનાવવા યોગદાન આપ્યુ

ડ્વેન બ્રાવો ચેન્નાઈ સુપર કિંગ્સનો જ નહીં પરંતુ ટૂર્નામેન્ટનો પણ સ્ટાર ખેલાડી રહ્યો છે. તેણે પોતાના બોલીંગ પ્રદર્શન વડે આકર્ષણ જમાવ્યુ છે. ચેન્નાઈને પોતાના પ્રદર્શન વડે 3 વાર ટીમને ચેમ્પિયન બનાવવાનુ યોગદાન આપ્યુ છે. ટૂર્નામેન્ટમાં બ્રાવોએ સૌથી વધારે 188 વિકેટ ઝડપી છે. જ્યારે ગત વર્ષે આઈપીએલ 2022માં તેણે 10 મેચો રમીને 18.69 ની સરેરાશ વડે 16 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: Narendra modi honored with idol of a cow: નરેન્દ્ર મોદીને કાંકરેજની ધરતીમાં કાંકરેજ ની પ્રખ્યાત ગાય ની મૂર્તિ આપી સન્માન કરવામાં આવ્યું

Gujarati banner 01