PM Modi

Narendra modi honored with idol of a cow: નરેન્દ્ર મોદીને કાંકરેજની ધરતીમાં કાંકરેજ ની પ્રખ્યાત ગાય ની મૂર્તિ આપી સન્માન કરવામાં આવ્યું

Narendra modi honored with idol of a cow: નર્મદાનું પાણી આવતા આ વિસ્તારમાં દેવદરબાર ની પવિત્ર ધરતી અને જલદેવતાના આશીર્વાદ થી ધૂળની ડમરીઓ ઉડતો આ વિસ્તાર લીલો છમ બન્યો: મોદી

અંબાજી, 02 ડીસેમ્બર: Narendra modi honored with idol of a cow: કાંકરેજના દેવદરબાર ખાતે યોજાયેલી જાહેરસભાને મોદીએ ઓગડ મહારાજની જ્ય બોલાવીને સભાને સંબોધિત કરવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમને જણાવ્યું કે આ વિસ્તારમાં દુષ્કાળમાં મજૂરી કરવા બહાર જવું પડતું પરંતુ નર્મદા નું પાણી આવતા આ વિસ્તારમાં દેવદરબાર ની પવિત્ર ધરતી અને જલદેવતાના આશીર્વાદ થી ધૂળની ડમરીઓ ઉડતો આ વિસ્તાર લીલો છમ બન્યો છે.

કોંગ્રેસની સરકારે ડેમને અટકાવવા રોડ નાખ્યા હતા કોંગ્રેસને પોતાનો સ્વાર્થ ન દેખાય તે કામ જ ન કરતા કોંગ્રેસ તમે ખાડા ખોદો અને તેમાં કોંગ્રેસના લોકો કટકી કરતા, મોદી જે કહે છે તે કરે છે જ્યાં નર્મદાના પાણી નથી પહોંચ્યા ત્યાં પહોંચવાના જ છે. 2014માં હું દિલ્હી ગયો ત્યારે 1 લાખ કરોડના ખર્ચે સિંચાઈને લગતી 99 સિંચાઇની યોજના ચાલુ કરી છે.

બનાસકાંઠા 70% ખેતી ટપક સિંચાઈથી કરે છે અને બટાકા અને અનાર માટે તેને આખું હિન્દુસ્તાન ઓળખે છે. તમારા છોકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે અને અમે તમારા કામો કર્યા હોય તો જ અમને વોટ આપો મોદીએ ટકોર કરી ટોણો માર્યો હતો કે ગાડી ના ચાર ટાયર હોય પણ તેમાં એક ટાયર માં પંચર પડે તો ગાડી બરાબર ચાલે નહીં તે પ્રમાણે બનાસકાંઠામાં મને દિલ્હી થી વિકાસ કરવામાં વધારે રસ રહે તે માટે બધી સીટો જિતાડો તેમણે કાંકરેજના મતદારોને રીઝવવા જણાવ્યું હતું કે અભાવની વચ્ચે પણ સ્વભાવ ન બદલે તેવી કાંકરેજી ગાયનો સ્વભાવ છે.

ત્યારે તમે પણ અભાવ વચ્ચે પણ તમારો સ્વભાવ નહીં બદલો તેમ જણાવ્યું હતું. મોદીએ સ્થાનિક કે અન્ય એક પણ ઉમેદવારનું નામ લીધા વગર પોતાના નામે પ્રજા ને ભાજપને જીતાડવા અપીલ કરી હતી

આ પણ વાંચો: World AIDS day celebrated by rajkot railway division: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી

Gujarati banner 01