Mirabai Chanu Win Gold Medal 2022

Mirabai Chanu Win Gold Medal: મીરાબાઈ ચાનૂએ રચ્યો ઇતિહાસ, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ

Mirabai Chanu Win Gold Medal: ભારતે બર્મિંગહામ રમતમાં અત્યાર સુધી ત્રણ મેડલ જીત્યા

સ્પોર્ટ્સ ડેસ્ક, 31 જુલાઇઃ Mirabai Chanu Win Gold Medal: કોમનવેલ્થ ગેમ્સ 2022 ના બીજા દિવસે ભારતને સુવર્ણ સફળતા મળી છે. મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગ ઇવેન્ટમાં 49 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે બર્મિંગહામ રમતમાં અત્યાર સુધી ત્રણ મેડલ જીત્યા છે. જે વેટલિફ્ટિંગમાં જ આવ્યા છે. આ પહેલા સંકેત મહાદેવ સરગરે સિલ્વર અને ગુરૂરાજ પુજારીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

આ પણ વાંચોઃ India’s Sanket Sargar Wins Silver: કોમનવેલ્થ ગેમ્સમાં ભારત મળ્યો પહેલો મેડલ, ઈજા છતા સંકેત મહાદેવ સરગરે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો

કોમનવલ્થ ગેમ્સ 2022 માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મીરાબાઈ ચાનૂએ વૂમેન્સ વેટલિફ્ટિંગના 49 કિલો વજન વર્ગમાં ભારત માટે આ મેડલ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 88 કિલો વનજ ઉંચક્યું હતું. ત્યારે ક્લીન એન્ડ ઝર્કમાં મીરાબાઈએ 113 કિલોનો બેસ્ટ પ્રયાસ કર્યો. એટલે કે મીરાબાઈએ કુલ 201 કિલો વજન ઉઠાવ્યું. તે કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ રહ્યો.

મીરાબાઈ ચાનૂએ ગોલ્ડકોસ્ટમાં થયેલી 2018 ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાથે જ મીરાબાઈ 2014 ના રાષ્ટ્રમંડળ રમતોમાં પણ મીરાબાઈએ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો. હવે બર્મિંગહામ ગેમ્સમાં મીરાબાઈ ચાનૂએ શાનદાર પ્રદર્શન દેખાડી વેટલિફ્ટિંગની રમતને નવી દિશા પ્રદાન કરી છે.

આ પણ વાંચોઃ Court rejected the bail application of teesta setalvad: આજે અમદાવાદ સેશન્સ કોર્ટે આપેલા ચુકાદામાં જામીન આપવાનો ઈન્કાર કર્યો

Gujarati banner 01