Zee and sony will merge

Zee and sony will merge: આ બે મોટી કંપનીઓના મર્જરને સ્ટોક એક્સચેન્જે આપી મંજુરી, ડીસેમ્બરમાં થશે સમજૂતી

Zee and sony will merge: ઝી ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું છે કે, સ્ટોક એક્સચેન્જો તરફથી મળેલી આ મંજૂરી બંને કંપનીઓના મર્જરની પ્રક્રિયામાં એક મજબૂત અને સકારાત્મક પગલું છે. આ મંજૂરી બાદ હવે બંને કંપનીઓ તેમની મર્જરની પ્રક્રિયા આગળ વધારી શકશે.

બિઝનેસ ડેસ્ક, 31 જુલાઇઃ Zee and sony will merge: ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને કલ્વર મેક્સ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના વિલીનીકરણને સ્ટોક એક્સચેન્જની મંજૂરી મળી ગઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ આ પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે.

ઝી ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું છે કે, સ્ટોક એક્સચેન્જો તરફથી મળેલી આ મંજૂરી બંને કંપનીઓના મર્જરની પ્રક્રિયામાં એક મજબૂત અને સકારાત્મક પગલું છે. આ મંજૂરી બાદ હવે બંને કંપનીઓ તેમની મર્જરની પ્રક્રિયા આગળ વધારી શકશે.

આ પણ વાંચોઃ Mirabai Chanu Win Gold Medal: મીરાબાઈ ચાનૂએ રચ્યો ઇતિહાસ, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ

તમને જણાવી દઈએ કે, બંને કંપનીઓએ ગયા વર્ષે ડિસેમ્બરમાં મર્જર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ બંને કંપનીઓ તેમના નેટવર્ક તેમજ તેમની ડિજિટલ સંપત્તિ, ઉત્પાદન કામગીરી અને પ્રોગ્રામ લાઇબ્રેરીને મર્જ કરવા માટે સંમત થઈ હતી. તમને જણાવી દઈએ કે આ મર્જર ડીલ પર સ્ટોક માર્કેટમાંથી મંજૂરી મળ્યા બાદ હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

આ સંદર્ભે 29 એપ્રિલ 2022 ના રોજ ભારતીય સ્પર્ધા પંચ સમક્ષ મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. ઝી ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું છે કે, સ્ટોક એક્સચેન્જો તરફથી મળેલી આ મંજૂરી બંને કંપનીઓના મર્જરની પ્રક્રિયામાં એક મજબૂત અને સકારાત્મક પગલું છે. આ મંજૂરી બાદ હવે બંને કંપનીઓ તેમની મર્જરની પ્રક્રિયા આગળ વધારી શકશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Court rejected the bail application of teesta setalvad: આજે અમદાવાદ સેશન્સ કોર્ટે આપેલા ચુકાદામાં જામીન આપવાનો ઈન્કાર કર્યો

Gujarati banner 01