Court rejected the bail application of teesta setalvad

Court rejected the bail application of teesta setalvad: આજે અમદાવાદ સેશન્સ કોર્ટે આપેલા ચુકાદામાં જામીન આપવાનો ઈન્કાર કર્યો

Court rejected the bail application of teesta setalvad: પક્ષકારો દ્વારા કરવામાં આવેલ જામીન અરજી મામલે છેલ્લા કેટલાક દિવસથી તારીખ પર તારીખ પડી હતી પરંતુ આજે કોર્ટે આપેલ ચુકાદામા તેમની જામીન અરજી ફગાવી

અમદાવાદ, 30 જુલાઇઃ Court rejected the bail application of teesta setalvad: સુપ્રીમ કોર્ટના અવલોકન બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરેલ કેસમાં તિસ્તા સેતલવાડ અને આર બી શ્રી કુમારની ધરપકડ એક મહિના અગાઉ કરવામાં આવી હતી. બંને પક્ષકારો દ્વારા કરવામાં આવેલ જામીન અરજી મામલે છેલ્લા કેટલાક દિવસથી તારીખ પર તારીખ પડી હતી પરંતુ આજે કોર્ટે આપેલ ચુકાદામા તેમની જામીન અરજી ફગાવી છે.

શનિવારે બપોરે અમદાવાદ સેશન્સ કોર્ટે આપેલા ચુકાદામાં જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ગઈ કાલે અમદાવાદ કોર્ટે આ અરજીમાં વધુ એક વખત ચુકાદો મુલતવી રાખ્યો હતો. 

ગુજરાતને ધમરોળનાર ગોધરા કાંડ અને બાદમાં થયેલ કોમી રમખાણોના પ્રકરણામાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજો બનાવવા માટે ધરપકડ કરાયેલ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આરબી શ્રીકુમારની જામીન અરજી પર અમદાવાદની સેશન્સ કોર્ટ શુક્રવારે સાંજે ચુકાદો સંભળાવવાની હતી.

એડિશનલ ચીફ જસ્ટિસ ડીડી ઠક્કરની કોર્ટ ગુરુવારે તેમની જામીન અરજી પર ચુકાદો સંભળાવવાની હતી, પરંતુ તે શુક્રવાર સુધી ટાળવામાં આવ્યો અને બાદમાં શુક્રવારે સાંજે 7.30 કલાકે જામીન અરજી અંગે ચુકાદો આવવાનો હતો જે શનિવારે મુલતવી થઈ હતી.

આ પણ વાંચોઃ India’s Sanket Sargar Wins Silver: કોમનવેલ્થ ગેમ્સમાં ભારત મળ્યો પહેલો મેડલ, ઈજા છતા સંકેત મહાદેવ સરગરે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો

કોર્ટ અગાઉ 26 જુલાઈએ અરજીઓ પર પોતાનો ચુકાદો સંભળાવવાની હતી. જોકે આદેશ તૈયાર ન હોવાનું કહીને કોર્ટે તેને ગુરુવાર સુધી ટાળી દીધો હતી પરંતુ કોર્ટે ગુરુવારે આ અઠવાડિયે બીજી વખત સેતલવાડ અને શ્રીકુમારની અરજી પર નિર્ણય ટાળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સેતલવાડ, શ્રીકુમાર અને પૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને ધરપકડ કરી હતી.

SIT રિપોર્ટ રજૂ કરી કોર્ટમાં ઘટસ્ફોટ કર્યો હતો કે સેતલવાડ અને શ્રીકુમાર કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે એક “મોટા ષડયંત્ર”નો ભાગ હતા, જેનો હેતુ ગુજરાતના તે સમયના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારને અસ્થિર કરવાનો હતો. 

તેણે આરોપ મૂક્યો હતો કે 2002માં ગોધરાકાંડ પછીના રમખાણો બાદ સેતલવાડને પટેલના કહેવા પર 30 લાખ રૂપિયા મળ્યા હતા, જેનો ઉપયોગ આ હેતુ માટે કરવામાં આવ્યો હતો. SITએ આરોપ લગાવ્યો છે કે શ્રીકુમાર “અસંતુષ્ટ સરકારી અધિકારી” હતા.

આ પણ વાંચોઃ Lumpy Epidemic Vaccination and Treatment: કૃષિ અને પશુપાલન મંત્રીએ લમ્પી વાયરસના નિયંત્રણ અંગે જામનગર મહાનગર પાલિકાના તંત્ર સાથે બેઠક યોજી

Gujarati banner 01