maybe olympics

olympics 2021: જાપાનની ચિંતામાં થયો વધારો, ઓલિમ્પિક્સ એથ્લીટ્સના યજમાન બનવાનું આયોજન પડતુ મુક્યુ-

સ્પોર્ટ્સ ડેસ્ક, 14 મેઃ જાપાનમાં ઓલિમ્પિક્સ(olympics 2021)નું આયોજન ઉત્તરોતર મુશ્કેલ બનતું જાય છે. જાપાનના ડઝનેક શહેરોએ ઓલિમ્પિક્સ એથ્લીટ્સના યજમાન બનવાનું આયોજન પડતું મૂક્યું છે. તેનું કારણ એ છે કે તેમને લાગે છે કે કોરોનાના ચોથા વેવના સકંજામાં સપડાયેલા છીએ ત્યારે એથ્લીટ્સના યજમાન બનવાથી તબીબી સંસાધનો પર વધારે બોજો આવશે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે હિરોશીમામાં ટોર્ચ રીલે રદ કરવામાં આવી હતી, આ ઉપરાંત આઇઓસીના પ્રમુખ થોમસ બાકે પણ કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થવાથી જાપાનનો પ્રવાસ રદ કર્યો હતો. સ્થાનિક અખબારે સરકારી સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે એક સમયે જાપાનના ૪૦ શહેરોએ ઓલિમ્પિક્સ(olympics 2021) એથ્લીટ્સના યજમાન બનવા માટે પોતાને રજિસ્ટર કરાવ્યા હતા. હવે તેઓ પોતાને ત્યાં એથ્લીટ્સના ટ્રેનિંગ કેમ્પનું પણ આયોજન કરવા માંગતા નથી કે સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે તેમને રોકાણ માટે ઉતારો પણ આપવા માંગતા નથી.

કેટલાક ટાઉન્સે તો એથ્લીટ્સની મુલાકાત માટે પણ ખચકાટ દર્શાવ્યો છે. આના પરથી દર્શાઈ આવે છે કે રોગચાળાની વચ્ચે ઓલિમ્પિક્સના શેડયુલના લઈને જાપાનમાં કેટલી અશાંતિ પ્રવર્તે છે. ગયા વર્ષે ૨૦૨૦માં યોજાનારી ટોકિયો ઓલિમ્પિક્સ(olympics 2021) મુલતવી રખાઈ હતી અને તે આ વર્ષે ૨૩ જુલાઈથી આઠ ઓગસ્ટ દરમિયાન યોજાવવાની છે.

ADVT Dental Titanium

જાપાનની કેટલીક મ્યુનિસિપાલિટીઝે ચિંતા વ્યક્ત કરી છે કે જો ઓલિમ્પિક્સ ગેમ્સ સુપર સ્પ્રેડર ઇવેન્ટમાં પરિવર્તીત થશે તો દેશની મેડિકલ સિસ્ટમ તેને કેવી રીતે પહોંચી વળશે. મેડિકલ એડવાઇઝર શિગેરુ ઓમીએ જણાવ્યું હતું કે મેડિકલ કેર કેટલો બોજો ઉઠાવી શકે છે તેની સમીક્ષા કરવી અત્યંત જરુરી છે. તેમણે એપ્રિલમાં વ્યક્ત કરેલી ચિંતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ગુરુવારે ૧૦૦ ડોક્ટરોના યુનિયને સરકારને રમત રદ કરવા વિનંતી કરી હતી. તેમનું કહેવું હતું કે રમત યોજાઈ તો હેલ્થ સિસ્ટમ પડી ભાંગશે.

આ પણ વાંચો….

આજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા(Rath pooja) કરવાની વિધિ થઇ, રાજ્યગૃહમંત્રી રહ્યાં હાજર