b697c63f 0682 48e3 b849 86e77d2e21a7

કોરોના મહામારી ને પગલે હવે પિંડ દાન અને તમામ ધાર્મિક પૂજા ને પણ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા કરાવતું સ્ટાર્ટઅપ(start up), ‘ઇન્ડિયા ઓહ યસ’

લો હવે, કોરોના કાળ માં પૂજા અને ધાર્મિક વિધિ પણ ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા. યુવા ઉદ્યોગસાહસિકો ને મળ્યો પારુલ યુનિવર્સિટી સંચાલિત વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો દ્વારા સ્ટાર્ટઅપ(start up) ઇન્ક્યુબેશન સપોર્ટ.

વડોદરા, 14 મેઃstart up: આજે જ્યારે કોરોના મહામારીએ એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, ત્યારે વડોદરાના બે યુવા ઉદ્યોગસાહસિકો મૌલિક ધ્રુવ અને બિંદેશ ભટ્ટ દ્વારા ધાર્મિક પૂજા જેવીકે તર્પણ, કથા, બ્રાહ્મણ ભોજન, પિંડ દાન, ઉત્તર ક્રિયા તથા અન્ય ધાર્મિક વિધિઓ ને પણ પોતાના સ્ટાર્ટઅપ(start up) વેન્ચર અંતર્ગત ઓનલાઇન પ્લેટફોર્મ ની મદદ થી વર્ચ્યુઅલ કરાવવા નું શરુ કરવામાં આવ્યું છે. આજે જ્યારે સંક્રમણ ના ખતરાને ધ્યાનમાં રાખીને જયારે આપણ ને આપણા ઘરે જ રહેવાની ફરજ પડી છે ત્યારે લોકો માટે શાસ્ત્રોક્ત ધાર્મિક પૂજા વિધિ ને અનુસરી ને કર્મકાંડી બ્રાહ્મણ – ભૂદેવો પાસે થી પવિત્ર તીર્થસ્થાનો પર કરાવવા ના વિચાર સાથે આ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ શરુ કરાયું હતું. તદુપરાંત આજે જયારે મોટો પ્રમાણ માં જાહેરસ્થળો એ યોજાતા ધાર્મિક કાર્યક્રમો થી કોરોના સંક્રમણ નો ભય વધી રહ્યો છે ત્યારે ઓનલાઇન પ્લેટફોર્મ ની મદદ થી થતી વર્ચ્યુઅલ પૂજા અને ધાર્મિક આયોજનો દ્વારા ભીડ ને એકઠ્ઠી શકાશે અને ધાર્મિક માન્યતાઓ નું પણ પાલન કરી શકાશે.

start up

‘ઇન્ડિયા ઓહ યસ’ ના ફાઉન્ડર મૌલિક ધ્રુવ ના જણાવે છે કે, અમારા સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ IndiaOhYes.com દ્વારા ચાણોદ, સિધ્ધપુર, વારાણસી જેવા ધાર્મિક સ્થળો થી બ્રાહ્મણો સાથે વિડિયો કોન્ફરન્સિંગ ની મદદ થી ધાર્મિક પૂજાઓ વિધિ સહિત કરાવવામાં આવે છે. તથા આ પ્લેટફોર્મ દ્વારા કોરોના ટેસ્ટ અંગે ની પૂરતી ખરાઈ કરાયા બાદ તમે ઘરે બેઠા પણ પૂજા વિધિ ના પેકેજીસ બુક કરાવી ને બ્રાહ્મણ ને ઘરે બોલાવી શકો છો. ઓનલાઇન માધ્યમ ના કારણે સમગ્ર પરિવાર ના લોકો અને મિત્ર વર્તુળ ના લોકો પણ આ પૂજા માં સહભાગી થઇ શકે છે, અને તેને લાઈવ નિહાળી પણ શકે છે. અત્રે એ નોંધનીય છે કે ખુબ જ ટૂંકા ગાળા માં આ પ્લેટફોર્મ્સ ની મદદ થી હજારો લોકો એ આ વર્ચ્યુઅલ પૂજા નો લાભ લીધો છે. દેશ ની સાથે સાથે વિદેશ માં વસતા ભારતીયો પણ ખુબ મોટા પ્રમાણ માં આ પ્લેટફોર્મ્સ ની મદદ થી શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરાવી રહ્યા છે. શહેર ની પારુલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ(start up) એકસેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા ‘ઇન્ડિયા ઓહ યસ’ સ્ટાર્ટઅપ ને જરૂરી તમામ સપોર્ટ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યો છે, તદુપરાંત વડોદરા સ્ટાર્ટઅપ(start up) સ્ટુડિયો દ્વારા તેઓને સ્ટાર્ટઅપ ઇંક્યુબેશન સપોર્ટ પણ પ્રાપ્ત થયો છે.

start up

જયારે આજે કોરોના વાયરસ ના લીધે મુકેલા નિયંત્રણો ને કારણે લોકો મંદિરો, તીર્થસ્થાનો અને પૂજા વિધિઓ કરી શકતા નથી ત્યારે ‘ઇન્ડિયા ઓહ યસ’ જેવા સ્ટાર્ટઅપ(start up) ની મદદ થી લોકો હવે ઓનલાઇન પ્લેટફોર્મ તરફ વળવા નું શરુ કર્યું છે. લોકડાઉન જેવા નિયંત્રણો ને કારણે લોકો નો ઘસારો ઓનલાઇન પૂજા અને કર્મકાંડ વિધિ કરાવતા પ્લેટફોર્મ્સ પર નોંધપાત્ર રીતે વધી રહ્યો છે.

આ પણ વાંચો…..

olympics 2021: જાપાનની ચિંતામાં થયો વધારો, ઓલિમ્પિક્સ એથ્લીટ્સના યજમાન બનવાનું આયોજન પડતુ મુક્યુ-