Pakistan Team in Ahmedabad

Pakistan Team in Ahmedabad: ભારત સામે મહામુકાબલા માટે અમદાવાદ પહોંચી બાબર સેના…

Pakistan Team in Ahmedabad: ભારત-પાકિસ્તાન વચ્ચે આગામી 14 ઓક્ટોબરે મહામુકાબલો રમાશે

ખેલ ડેસ્ક, 11 ઓક્ટોબરઃ Pakistan Team in Ahmedabad: ભારત વિરુદ્ધ મહામુકાબલા માટે પાકિસ્તાની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. આજે બપોરે બાબર આઝમની આગેવાની વાળી પાકિસ્તાની ટીમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. આ દરમિયાન એરપોર્ટ પર ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખબર હોય કે, ભારત-પાકિસ્તાન વચ્ચે આગામી 14 ઓક્ટોબરે મહામુકાબલો રમાશે.

મેચને લઇને સમગ્ર અમદાવાદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસ છવાણીમાં ફેરવવામાં આવ્યું છે. ખાસ વાત છે કે, પાકિસ્તાની ટીમ 11 વર્ષ બાદ ભારતમાં આવી છે અને 11 વર્ષ બાદ પહેલીવાર ભારતીય ટીમ સામે ભારતમાં મેચ રમશે. ભારતમાં રમાઇ રહેલો આ વર્લ્ડકપ આગળ જતાં વધુ રોમાંચક બની રહેશે. 

અહીં રોકાશે પાકિસ્તાનની ટીમ

મેચ માટે અમદાવાદ આવેલી પાકિસ્તાની ટીમ શહેરના આશ્રમ રોડ પર આવેલ હયાત હોટલમાં રોકાશે. હયાત હોટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. વાડજ, રાણીપ અને સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોટલની સુરક્ષા કરશે. ત્રણ દિવસ સુધી અન્ય મુલાકાતીઓને હોટલમાં રૂમ ફાળવવામાં નહીં આવે. માત્ર પાકિસ્તાનની ટીમ અને ટીમ સ્ટાફ માટે જ હોટલ બુક રહેશે.

આ પણ વાંચો… Ahmedabad Match Special Train: ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે રેલવેની મોટી ભેટ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો