Rohit Sharma

Rohit Sharma Records: વિશ્વનો નવો સિક્સર કિંગ બન્યો રોહિત શર્મા, સચિન-કપિલનો આ રેકોર્ડ પણ ધરાશાયી…

Rohit Sharma Records: રોહિત સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યો

ખેલ ડેસ્ક, 11 ઓક્ટોબરઃ Rohit Sharma Records: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન અને ઓપનર બેટ્સમેન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો નવો સિક્સર કિંગ બન્યો છે. તેણે અફઘાનિસ્તાન સામેની મેચમાં 3 સિક્સર ફટકારીને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિત શર્માના નામે હવે 554 સિક્સર થઇ ગઇ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો.

ગેલ હવે બીજા નંબર પર આવી ગયો છે. ગેલના નામે 553 સિક્સર હતી. રોહિત શર્માએ આ મેચમાં પ્રથમ સિક્સ ફટકારતાની સાથે જ ODI વર્લ્ડ કપમાં પોતાના 1000 રન 19 ઇનિંગ્સમાં પૂરા કર્યા હતા. આ મેચમાં રોહિત શર્માએ 63 બોલમાં 12 ફોર 4 સિક્સર સાથે પોતાની સદી પૂરી કરી હતી.

હિટમેને સચિન તેંડુલકરને રેકોર્ડ તોડ્યો

વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરના નામે 6 સદી હતી અને રોહિત શર્મા પણ 6 સદી સાથે બરાબરી પર હતો, પરંતુ અફઘાનિસ્તાન સામે સાતમી સદી ફટકારી રોહિત આગળ નીકળી ગયો છે. પોતાની કારકિર્દીનો માત્ર ત્રીજો વર્લ્ડ કપ રમી રહેલા રોહિત શર્માએ આ સિદ્ધિ પોતાના નામે કરી છે જ્યારે સચિન તેંડુલકરે 6 વર્લ્ડ કપ રમતા 6 સદી ફટકારી હતી.

રોહિત શર્માએ 2015ના વર્લ્ડ કપમાં 1 સદી ફટકારી હતી, જ્યારે 2019 વર્લ્ડ કપમાં રોહિતે 5 સદી ફટકારી હતી. તે 2019માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ હતો. રોહિતે ફક્ત 19 ઇનિંગ્સમાં જ 7 સદી ફટકારી છે. જ્યારે સચિને 44 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ અને શ્રીલંકાનો કુમાર સંગાકારા 5-5 સદી સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે.

રોહિત સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યો

આ સિવાય રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે આ સદી 63 બોલમાં ફટકારી હતી. અત્યાર સુધી આ રેકોર્ડ પૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે હતો. કપિલ દેવે ઝિમ્બાબ્વે સામે 72 બોલમાં સદી ફટકારી હતી, પરંતુ હવે આ રેકોર્ડ હિટમેનના નામે છે. આ સિવાય રોહિતે આ મેચમાં વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો.

આ પણ વાંચો… Rajasthan Election 2023: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 23 નવેમ્બરે નહીં…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો