T20 World Cup 2024

T20 World Cup 2024: T-20 વર્લ્ડ કપ પહેલા ICCને લાગ્યો મોટો ઝટકો, વાંચો વિગતે…

T20 World Cup 2024: ડોમિનિકાએ T20 વર્લ્ડ કપ 2024ની યજમાની કરવાનો ઈનકાર કર્યો

ખેલ ડેસ્ક, 02 ડિસેમ્બરઃ T20 World Cup 2024: આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ICCને મોટો ઝટકો લાગ્યો છે. કેરેબિયન દેશ ડોમિનિકાએ T20 WC 2024ની યજમાનીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. 

ડોમિનિકાની સરકારે પોતાનું સ્ટેન્ડ રજૂ કરતા કહ્યું કે તેઓ વર્લ્ડ કપ પહેલા સ્ટેડિયમ તૈયાર કરવામાં અસમર્થ છે.  ડોમિનિકાના સ્ટેડિયમમાં જ્યાં વર્લ્ડ કપની  મેચો યોજાવાની છે ત્યાં બાંધકામ અને સમારકામનું કામ ચાલી રહ્યું છે.

નિર્ધારિત સમય પૂરો ન કરી શકવાના કારણે ડોમિનિકા સરકારે આ નિર્ણય લીધો છે. જો કે ડોમિનિકા સરકારના નિર્ણય પર ICCએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો… Carrot Pickle Recipe: પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે ગાજરનું અથાણું, ઘરે જ બનાવો આ સરળ ઉપાયોથી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો