Tokyo Paralympics

Tokyo Paralympics: મનિષ નરવાલે ભારતને શૂટિંગમાં અપાવ્યો ગોલ્ડ મેડલ, આ સાથે ભારતે કુલ 15 મેડલ મેળવ્યા

Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીતી લીધા છે. ભારતના ફાળે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 સપ્ટેમ્બરઃ Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય શૂટર્સે કમાલ કરી નાખ્યો છે. મનિષ નરવાલે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે સિંહરાજે સિલ્વર મેડલ જીત્યો છે . P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ એસએસ-1 ફાઈનલમાં મનિષ નરવાલે 218.2નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. જ્યારે સિંહરાજ 216.7 અંક સાથે બીજા સ્થાન પર રહ્યા. ભારતના મેડલની સંખ્યા હવે 15 પર પહોંચી ગઈ છે. 

આ બંને શૂટર્સ ફરીદાબાદના છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં સિંહરાજ 536 અંકો સાથે ચોથા સ્થાને (Tokyo Paralympics)રહ્યા હતા જ્યારે મનિષ નરવાલ 533 અંક પર સાતમા નંબર પર રહ્યા હતા. આ સાથે જ ટોક્યો પેરાલિમ્પિકમાં મનિષ નરવાલે ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો છે. આ અગાઉ અવની લાખેરાએ (Women’s 10m Air Rifle SH1) અને સુમિત અંતિલે  (Men’s Javelin Throw F64) ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. 

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય શૂટર્સે કમાલ કરી નાખ્યો છે. મનિષ નરવાલે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે સિંહરાજે સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો. P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ એસએસ-1 ફાઈનલમાં મનિષ નરવાલે 218.2નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. જ્યારે સિંહરાજ 216.7 અંક સાથે બીજા સ્થાન પર રહ્યા. ભારતના મેડલની સંખ્યા હવે 15 પર પહોંચી ગઈ છે. 

આ પણ વાંચોઃ US hit by IDA: ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં દરિયાઈ વાવાઝોડા ઈડાના કારણે તબાહી, 40 થી વધુ લોકોના મોત- ઇમરજન્સી લાગુ

હાલના ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીતી લીધા છે. ભારતના ફાળે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ અગાઉ રિયો ઓલિમ્પિકમાં ભારતે 2 ગોલ્ડ સહિત 4 મેડલ મેળવ્યા હતા. 

Whatsapp Join Banner Guj