Umesh yadav

Umesh Yadav cheated by his friend: ભારતીય ક્રિકેટર ઉમેશ યાદવ સાથે થઇ છેતરપિંડી, જાણો સમગ્ર મામલો…

Umesh Yadav cheated by his friend: ઉમેશ યાદવને પ્લોટ ખરીદવાના બહાને મિત્રએ જ છેતરી લીધો

ખેલ ડેસ્ક, 23 જાન્યુઆરી: Umesh Yadav cheated by his friend: ભારતના પ્રખ્યાત બોલર ઉમેશ યાદવ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. તેના પૂર્વ મેનેજરે તેની સાથે 44 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. નાગપુર પોલીસે ક્રિકેટરની ફરિયાદ બાદ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મહિતી મુજબ ઉમેશ યાદવની ફરિયાદના આધારે શૈલેશ ઠાકરે નામની વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો હતો. ઠાકરે કોરાડીનો રહેવાશી છે અને તે ઉમેશનો મિત્ર જ છે. હાલ તેની ધરપકડ કરાઈ નથી. અધિકારીએ એફઆઈઆરનો હવાલો આપી કહ્યું કે ઉમેશ યાદવને ભારતીય ટીમમાં પસંદ કરાયા બાદ તેણે તેના મિત્ર ઠાકરેને 15 જુલાઈ 2014ના રોજ પોતાનો મેનેજર બનાવ્યો હતો.

કેમકે તે સમયે તે બેરોજગાર હતો. ઠાકરે ધીમેધીમે ઉમેશનો વિશ્વાસ જીતી રહ્યો હતો. પછી તેણે નાણાકીય વ્યવહારો સંભાળવાનું શરૂ કર્યું. તે ક્રિકેટર ઉમેશના બેન્ક ખાતા, આઈટી અને અન્ય નાણાકીય મામલા જોવા લાગ્યો હતો.

ઉમેશ નાગપુરમાં એક પ્લોટ ખરીદવા માગતો હતો અને તેણે આ મામલે ઠાકરેને જાણ કરી. ઠાકરેએ કહ્યું કે મેં એક પ્લોટ જોઈ રાખ્યો છે. તેની કિંમત ૪૪ લાખ રૂપિયા છે. ઉમેશે તેના ખાતામાં એ પૈસા જમા કરાવી દીધા. ત્યારબાદ ઠાકરેએ પોતાના નામે એ પ્લોટ ખરીદી લીધો હતો. જ્યારે આ છેતરપિંડીની જાણ થઇ તો ઉમેશે પૈસા પાછા માગ્યા. ત્યારે ઠાકરેએ પૈસા આપવાનો ઈનકાર કરી દીધો હતો.

આ પણ વાંચો: Gujcet exam date: રાજ્યમાં ગુજકેટની પરીક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ટાઈમ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો