Urvashi apologizes to Rishabh

Urvashi apologizes to Rishabh: ઉર્વશી રૌતેલાએ હાથ જોડી આ ક્રિકેટરની માંગી માફી- જાણો શું છે મામલો?

Urvashi apologizes to Rishabh: એશિયા કપના સમયે ઉર્વશી રૌતેલાનું નામ પાકિસ્તાની બોલર નસીમ શાહ સાથે જોડવામાં આવ્યું

સ્પોર્ટ્સ ડેસ્ક, 14 સપ્ટેમ્બરઃUrvashi apologizes to Rishabh: અભિનેતા ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર રિષભ પંથનું નામ કેટલાય સમયથી જોડવામાં આવી રહ્યું હતું. એશિયા કપના સમયે ઉર્વશી રૌતેલાનું નામ પાકિસ્તાની બોલર નસીમ શાહ સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ હવે ઉર્વશી રૌતેલાએ રિષભ પંતને લઈને કંઈ એવું કહ્યું છે, જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

જાણો શું હતો ઉર્વશી-પંત વચ્ચેનો વિવાદ
બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મિસ્ટર આરપી તેને મળવા આવ્યો હતો અને તેણે ના પાડી દીધી હતી. ત્યારબાદ રિભષ પંતે પણ તેનો જવાબ આપતા કહ્યું હતું કે મારો પીછો છોડી દો બહેન. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ વધી ગયો. પછી ઉર્વશી રૌતેલાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું, ‘છોટૂ ભૈયા કો બેટ બોલ ખેલના ચાહિએ, મેં કોઈ મુન્ની નહીં હૂં જો બદનામ હોઉં તેરે લિયે યંગ કિડ્ડો ડાર્લિંગ. પરંતુ હવે બંનેના વિવાદ વચ્ચે નવો વળાંક આપ્યો છે.’

Advertisement

આ પણ વાંચોઃ World hindi day 2022: આજે રાષ્ટ્રીય દિવસ, જાણો હિન્દી ભાષાનો ઇતિહાસ

રિષભ પંત સાથે વિવાદ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર ઉર્વશી રૌતેલાને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે પંતને શું મેસેજ આપવા ઈચ્છે છે. ત્યારે ઉર્શવીએ કહ્યું કે સીધી વાત નો બકવાસ તેથી હું બકવાસ કરી રહી નથી. જ્યારે બીજીવાર પૂછવામાં આવ્યું કે તમે જ કહ્યું હતું કે Forgive & Forget. તેના પર ઉર્વશી કહે છે કે હું કંઈ કહેવા ઈચ્છતી નથી. પછી તે હાથ જોડીને રિષભ પંતની માફી માંગે છે. ઉર્વશી કહે છે- Sorry I am Sorry

સ્ટાર ક્રિકેટર રિષભ પંત ઉર્વશી રૌતેલા સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચાં ચાલતી રહે છે. પરંતુ ત્યારબાદ બંનેને બ્રેકઅપના સમાચાર સામે આવ્યા. એશિયા કપમાં ભારતની મેચ દરમિયાન ઉર્વશી પંતને ચીયર કરતી જોવા મળી હતી. રિષભ પંત ભારત માટે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 વિકેટકીપર છે. 

Advertisement

આ પણ વાંચોઃ Automatic Number Plate Reader: તમારો ટોલ ટેક્સ Fastag દ્વારા નહીં પણ હવે નંબર પ્લેટથી કપાશે, આ છે નવો નિયમ

Gujarati banner 01