FCI Recruitment 2022

FCI Recruitment 2022: 5000થી વધુ નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતી, જાણો તમામ વિગત

FCI Recruitment 2022: રસ ધરાવતા ઉમેદવારો માટે FCI રીક્રુટમેન્ટ 2022માં અરજી કરવા માટે ડાયરેક્ટ લિંક પણ અહીં આપેલ છે

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બરઃ FCI Recruitment 2022: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) વિવિધ નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવી રહ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ 5000થી વધુ પોસ્ટ માટે fci.gov.in પરથી 5 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે. ઉમેદવારો અહીં FCI રીક્રુટમેન્ટ માટે પાત્રતા, અરજીની પ્રક્રિયા, અરજી ફી અને અન્ય મહત્વપૂર્ણ વિગતો જાણી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો માટે FCI રીક્રુટમેન્ટ 2022માં અરજી કરવા માટે ડાયરેક્ટ લિંક પણ અહીં આપેલ છે.

FCI Recruitment 2022- મહત્વની તારીખો

ઓનલાઈન અરજી પ્રક્રિયાની શરૂઆત સપ્ટેમ્બર 6, 2022ના રોજ થઇ ચુકી છે.FCI નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ઓક્ટોબર 5, 2022 રહેશે.

ખાલી પોસ્ટસસંસ્થામાં કુલ 5043 જગ્યાઓ ભરવા માટે રીક્રુટમેન્ટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોનમાં 2388 જગ્યાઓ, દક્ષિણ ઝોનમાં 989 જગ્યાઓ, પૂર્વ ઝોનમાં 768 જગ્યાઓ, પશ્ચિમ ઝોનમાં 713 જગ્યાઓ અને ઉત્તર-પૂર્વ ઝોનમાં 185 જગ્યાઓ છે.

આ પણ વાંચોઃ Urvashi apologizes to Rishabh: ઉર્વશી રૌતેલાએ હાથ જોડી આ ક્રિકેટરની માંગી માફી- જાણો શું છે મામલો?

પાત્રતા (Eligibility criteria)

વિવિધ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારો અહીં લિંકમાં આપેલી સત્તાવાર સૂચના દ્વારા શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે જેવા પાત્રતા માપદંડોને જાણી કરી શકે છે

અરજી ફી

નોન-એક્ઝિક્યુટિવ કેટેગરી 3 પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 500 ચૂકવવાના રહેશે. જો કે, SC/ST/PwBD/ સેવા આપતા સંરક્ષણ કર્મચારી/ ભૂતપૂર્વ સૈનિક અને મહિલા ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અરજી પ્રક્રિયા-

ઓફિશિયલ વેબસાઇટ

  • recruitmentfci.in ની પર જાઓ.
  • હોમ પેજ પર “Recruitment Advertisement No. 01/ 2022-FCI Category-III dated 03.09.2022” પર ક્લિક કરો.
  • પછી અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો અને રજીસ્ટર કરો.“FCI Recruitment 2022- અરજી કરવા માટે ડાયરેક્ટ લિંક”
  • સિસ્ટમ જનરેટેડ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ વડે લોગ ઇન કરો.
  • અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્ય માટે ડાઉનલોડ કરો.

આ પણ વાંચોઃ World hindi day 2022: આજે રાષ્ટ્રીય દિવસ, જાણો હિન્દી ભાષાનો ઇતિહાસ

Gujarati banner 01