Importance of different colored rose day

Importance of different colored roses: આજે રોઝ ડે, આવો જાણીએ દરેક ગુલાબના રંગનું મહત્વ

Importance of different colored roses: ૧૨ ગુલાબનો ગુચ્છ ભેટ આપવામાં આવે ત્યારે તેની પાછળ પ્યારનો એકરાર છુપાયેલ છે.

લાઇફ સ્ટાઇલ, 07 ફેબ્રુઆરીઃ Importance of different colored roses: આજે ૭ ફેબ્રુઆરીએ વિશ્વભરમાં રોઝ ડે મનાવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં ‘રોઝ ડે ‘ Rose Day ના દિવસે પોતાની મનગમતી વ્યક્તિને ગુલાબનું પુષ્પ ભેટ આપવામાં આવે છે. મનગમતી વ્યક્તિ પ્રત્યે મનની લાગણી વ્યક્ત કરવાનો આ સર્વ શ્રેષ્ઠ દિવસ છે. વિવિધ રંગમાં ઉપલબ્ધ ગુલાબ અલગ અલગ સંબંધોને માટે વાપરવામાં આવે છે.

લેટિન શબ્દ રોઝ ઉપરથી રોઝ Rose શબ્દ આવ્યો છે. જેને ગુજરાતીમાં ગુલાબ તરીકે આપણે ઓળખીએ છીએ. પુષ્પોની રાજા તરીકે ગુલાબની ઓળખ થાય છે. વિશ્વના ઘણા ભાગોમાં જંગલી ગુલાબ ઊગતા જોવા મળે છે. તો આવો જાણીએ શું છે રોઝ ડે પર દરેક રંગના ગુલાબ પાછળ છુપાયેલ એક મતલબ

રેડ Red Rose

RED Rose Red, Size: 2 FEET, Rs 220 /piece MS J.S Enterprise | ID:  17491237633

વ્યક્તિ પ્રત્યે પ્યાર વ્યક્ત કરવાનો સરળ રસ્તો મનાય છે. કોઈ વ્યક્તિ પ્રત્યે માન વ્યક્ત કરવું, પ્રશંસા કરવા કે નિષ્ઠા દર્શાવવા માટે લાલ ગુલાબ આપવામાં આવે છે. ૧૨ ગુલાબનો ગુચ્છ ભેટ આપવામાં આવે ત્યારે તેની પાછળ પ્યારનો એકરાર છુપાયેલ છે.


વ્હાઈટ White –

Grammys 2018: why people are wearing white roses to the ceremony - Vox

શાંતિ અને સુલેહનું પ્રતીક ગણવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં નવોઢા ચર્ચમાં પરણવા જાય ત્યારે સફેદ ગુલાબનો ગુલદસ્તો હાથમાં રાખે છે. મનદુ:ખ થયું હોય, વર્ષોથી અબોલા હોય કે ભૂલની માફી માગવા સફેદ ગુલાબ ભેટ આપીને મિત્રતાનો હાથ લંબાવવામાં આવે છે.


પર્પલ Purple

Purple Roses vs. Lavender Roses: History and Meaning | FloraQueen

પહેલી નજરે જોતાં જ કોઈ ગમી જાય (લવ એટ ફર્સ્ટ સાઈટ) તેવી વ્યક્તિની પાસે પ્યારનો એકરાર કરવા માટે જાંબલી ગુલાબ આપવાનો રિવાજ છે.

ઓરેંજ orange-

Orange Roses: Names, Varieties, Meaning and Symbolism | Florgeous

પીળું ગુલાબ સૂરજની રોશનીનું પ્રતીક ગણાય છે. તો ઓરેંજ ગુલાબ અગ્નિના પ્રકાશનું પ્રતીક ગણવામાં આવે છે. કોઈના પ્રત્યે આકર્ષણ વ્યક્ત કરવા માટે ભેટ આપવામાં આવે છે.

બ્લૂ Blue-

Blue Rose in the Rain | If only roses actually came in this … | Flickr

જ્યારે કોઈ વ્યક્તિનો પ્યાર એક તરફી હોય ત્યારે ‘હું તને મેળવી શકતો નથી, પણ તારા વિચારો કરવાનું પણ હું છોડી શકતો નથી’. તેમ દર્શાવવા માટે ભૂરા ગુલાબની ભેટ આપવામાં આવે છે.

ગ્રીન Green –

Green Rose – Meaning and Symbolism

એકબીજા પ્રત્યે સંવાદિતા, શાંતિ દર્શાવવા, ઝડપી સ્વાસ્થ્યના સુધારા માટે લીલા ગુલાબનો ગુલદસ્તો આપવામાં આવે છે.

પિંક-Pink

SMYCKA Artificial flower, Rose, pink. Learn more - IKEA

ગુલાબી ગુલાબમાં વિવિધ રંગ જોવા મળે છે, જીવનમાં ઉત્સાહ અને પ્રિય વ્યક્તિની ખુશી માટે આપવામાં આવે છે.

યલો Yellow –

350+ Yellow Rose Pictures [HD] | Download Free Images on Unsplash

મિત્રતા દર્શાવવાનો અને મિત્રતાને મજબૂત બનાવવા માટે આપવામાં આવે છે. પીળું ગુલાબ વિપુલતા અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે.


બ્લેક Black –

Is there a black rose?

જ્યારે સંબંધો કપાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કાળા ગુલાબ ભેટ આપવામાં આવે છે. કલરિંગ રંગબેરંગી ગુલાબનો ગુલદસ્તો આપવાથી વિવિધ લાગણીઓનું મિશ્રણ દર્શાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ India corona case update: દેશમાં 1 મહિના બાદ મળી મોટી રાહત, કોરોનાના 24 કલાકમાં 1 લાખ કરતા ઓછા કેસ નોંધાયા

Gujarati banner 01