Murder of woman in azamgarh: શ્રદ્ધા હત્યાકાંડ જેવો બીજો મામલો, આ રાજ્યમાં યુવતીના મૃતદેહના ટુકડે-ટુકડા મળ્યા

Murder of woman in azamgarh: યુવતી ની શરીરના ટુકડા કરીને લાશને કૂવા માં ફેંકી દેવામાં આવ્યા હતા

નવી દિલ્હી, 15 નવેમ્બર: Murder of woman in azamgarh: દિલ્હીમાં યુવતીની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા કરી દેવાનો મામલો હમણાં શાંત પણ નથી પડ્યો કે હવે આઝમગઢમાં આવો જ એક કિસ્સો સામે આવ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સવારે લોકો અહરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના પશ્ચિમપટ્ટી ગામના ગૌરી કા પુરા તરફ શૌચ કરવા નીકળ્યા હતા. પછી જ્યારે કોઈએ કૂવામાં ડોકિયું કર્યું તો તે સ્તબ્ધ થઈ ગયા.

એક યુવતીના શરીર ટુકડા કરીને ફેંકી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને કૂવામાંથી બહાર કાઢી તપાસ શરૂ કરી હતી. હજુ સુધી લાશની ઓળખ થઈ શકી નથી. પોલીસ અધિક્ષક ખુદ ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

યુવતીની ઉંમર આશરે 22 વર્ષની હોવાનું જાણવા મળે છે. પોલીસે લાશની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની ઓળખ થઈ શકી ન હતી. પોલીસ ઘટનાની તપાસમાં લાગેલી છે. ઘટનાની જાણ થતાં જ એસપી અનુરાગ આર્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ જણાવ્યું કે અજાણી યુવતીનો મૃતદેહ અલગ-અલગ ભાગોમાં મળી આવ્યો છે. તપાસ બાદ પોલીસ ટૂંક સમયમાં મામલાનો ખુલાસો કરશે.

આ પણ વાંચો: Indian Community and Prime Minister’s Conversation in Bali: ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાય અને ભારતના મિત્રો સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

Gujarati banner 01