Attack saudi arabia

Attack saudi arabia: સાઉદી અરબના વિવિધ શહેરો અને અરામકો રિફાઈનરી પર બોમ્બથી સજ્જ 14 ડ્રોન વડે હુમલા

Attack saudi arabia: સાઉદી અરબની સેનાનુ કહેવુ છે કે, હુતી વિદ્રોહીઓના યમનમાં આવેલા સના, મારિબ તેમજ સાદા શહેરમાં 13 મિલિટરી બેઝને ખતમ કરી દેવાયા

નવી દિલ્હી, 21 નવેમ્બરઃ Attack saudi arabia: સાઉદી અરબમાં સંખ્યાબંધ સ્થળોએ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. સાઉદીની સામે પડેલા યમન દેશના હુતી જૂથના વિદ્રોહીઓ અને સાઉદી અરબ વચ્ચ દુશ્મનાવટ છે.આ જૂથે દાવો કર્યો છે કે, સાઉદીના ઘણા શહેરો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે.જેમાં સાઉદીની અરામકો રિફાઈનરી, જેદ્દાહના કિંગ અબ્દુલ્લાહ એરપોર્ટ તેમજ અબહા એરપોર્ટનો સમાવેશ થાય છે. ડ્રોન હુમલા માટે 14 ડ્રોનનો ઉપયોગ કરાયો હતો અને દરેક ડ્રોનને બોમ્બ વડે સજ્જ કરાયા હતા.

હુતી વિદ્રોહીઓના કહેવા પ્રમાણે સાઉદી અરબના જિજૈન અને નજરાન શહેરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે.તેમાં થયેલા નુકસાન અંગે જોકે કોઈ જાણકારી આપવામાં આવી નથી.સાઉદી અરબની સેના યમનમાં હુતી જુથ પર હવાઈ હુમલા કરી રહી હતી અને તેના જવાબમાં અમે ડ્રોન હુમલા કર્યા છે.

આ પણ વાંચોઃ 1 to 5 std offline class start: રાજ્ય શિક્ષણમંત્રીનો મોટો નિર્ણયઃ સોમવારથી ધો-1થી 5ના ઓફલાઇન વર્ગો થશે શરુ- વાંચો વિગત

બીજી તરફ સાઉદી અરબની સેનાનુ કહેવુ છે કે, હુતી વિદ્રોહીઓના યમનમાં આવેલા સના, મારિબ તેમજ સાદા શહેરમાં 13 મિલિટરી બેઝને ખતમ કરી દેવાયા છે.જેની સાથે હથિયાર ડેપો તેમજ એર ડિફેન્સ સિસ્ટમનો પણ ખાતમો બોલાવાયો છે.

યમનના મારિબ પ્રાંત પર કબ્જો કરવા માટે ફેબ્રુઆરીથી હુતી સંગઠન હુમલો કરી રહ્યુ છે.જ્યારે સાઉદી અરબ યમનની સરકારનો સાથ આપી રહ્યુ છે.જેના પગલે હુતી સંગઠન અને સાઉદી અરબ વચ્ચે પણ લડાઈ ચાલી રહી છે.

Whatsapp Join Banner Guj