school student edited

1 to 5 std offline class start: રાજ્ય શિક્ષણમંત્રીનો મોટો નિર્ણયઃ સોમવારથી ધો-1થી 5ના ઓફલાઇન વર્ગો થશે શરુ- વાંચો વિગત

1 to 5 std offline class start: આવતી કાલથી ધો.1થી 5ની સાથે ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને રાજ્યભરની શાળાઓ-હાઈસ્કૂલોમાં પ્રત્યક્ષ-ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે

અમદાવાદ, 21 નવેમ્બરઃ 1 to 5 std offline class start: દિવાળી વેકેશન પુરૂ થતાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ 22મીને સોમવારથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના કલરવથી ગુંજી ઉઠશે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગોને લઇને મોટી જાહેરાત કરી છે.

આવતીકાલથી ધોરણ 1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપવાનું શરૂ થશે. અત્યાર સુધી ધોરણ 1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ઓફલાઇન વર્ગો પણ શરૂ થશે. આવતી કાલથી ધો.1થી 5ની સાથે ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને રાજ્યભરની શાળાઓ-હાઈસ્કૂલોમાં પ્રત્યક્ષ-ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે.

જૂની કોરોનાની ગાઈડ લાઈન હતી તેમાં થોડી રાહત આપીને શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. જોકે બાલમંદિર અને નર્સરી માટે હજી કોઈ નિર્ણય કરાયો નથી. વાલીઓની સંમતિ સાથે આવતીકાલથી ધોરણ 1 થી 5 ના વર્ગો પણ શરૂ થશે.

આ પણ વાંચોઃ kamala harris became president: એક કલાક 25 મિનિટના કાર્યકાળ માટે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કમલા હેરિસ- વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj