isckon krishna

Auckland ISKCON Temple: ઓકલેન્ડના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઇ- જુઓ વીડિયો

અહેવાલ: રંજન રાજેશ, આસિસ્ટન્ટ એડિટર
ઓકલેન્ડ, 20 ઓગસ્ટ:
Auckland ISKCON Temple: ગઇ કાલે જન્માષ્ટમી હતી, દેશ અને વિદેશના લોકોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. ન્યુઝીલેન્ડ ઓક્લેન્ડના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અહીં ભાવી ભક્તોએ રાધા-કૃષ્ણના દર્શન કર્યા.

માતા પિતા માટે પોતાના બાળકમાં કૃષ્ણની જ જાખી જુએ છે, બાળક જન્મવાનું હોય ત્યારથી માતાનો ભગવાન શ્રી કૃષ્ણ સાથે એક અલગ જ જોડાણ થઇ જાય છે. તેમાં પણ જન્માષ્ટમીનો પર્વ હોય ત્યારે નાના-મોટા દરેક કૃષ્ણમય બનીને કાન્હાની ભક્તિમાં ડુબી જાય છે.

આ પ્રસંગે માતા પિતા પોતાના બાળકોને કૃષ્ણ અને રાધા બનાવે છે. નાના ભુલકાઓ કાન્હાને રાધા બને ત્યારે જોઇને એમ જ લાગે જાણે ખરેખર બાળ કૃષ્ણ અને બાળ રાધા આ જ રીતે સુંદર દેખાતા હશે. ભુલકાઓના રુપમાં રાધા કૃષ્ણના દર્શન થાય છે.

ઓકલેન્ડના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઇ- જુઓ વીડિયો

આ પણ વાંચો..Ratri before Navratri: રાત્રિ બિફોર નવરાત્રિ, એ..હાલો…!

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *