Cancer vaccine

Cancer Vaccine: સમગ્ર વિશ્વ માટે રાહતભર્યા સમાચાર; કેન્સરની વેક્સિન તૈયાર

google news png

દિલ્હી, 18 ડિસેમ્બરઃ Cancer Vaccine: આજે સમગ્ર વિશ્વના દેશો કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે ત્યારે આવી સ્થિતિમાં રશિયાએ એવો દાવો કર્યો છે જે સમગ્ર વિશ્વ માટે રાહતભર્યા સમાચાર માનવામાં આવી રહ્યા છે. રશિયાએ કહ્યું કે તેણે કેન્સરની વેક્સિન તૈયાર કરી લીધી છે જે તમામ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ કરાવાશે.

રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે મોટી જાહેરાત કરી કે અમે કેન્સર સામે લડવા માટેની એક વેક્સિન વિકસાવી લીધી છે જે 2025 ની શરૂઆતથી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે.

આ પણ વાંચો:- Maha Kumbh Mela Special Train: સાબરમતી-બનારસ વચ્ચે ચાલશે બે જોડી સ્પેશ્યલ ટ્રેનો

રશિયન મીડિયા અનુસાર રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રે કેપ્રિને રશિયન રેડિયો ચેનલ પર આ વેક્સિન વિશે વિગતવાર માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, મોસ્કોમાં ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિઓલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગે અગાઉ ​જણાવ્યું હતું કે આ વેક્સિન કોઈપણ પ્રકારના ટ્યુમરને ડેવલપ થતાં અટકાવી દે છે જેથી કેન્સરને ફેલાતા અટકે છે.

Buyer ads

દેખીતી રીતે આ વેક્સિનનો ઉપયોગ કેન્સરને રોકવા માટે સામાન્ય લોકોને આપવાને બદલે કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. આ વેક્સિન દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *