2 rapists were set on fire by villagers

China Boarding School Fire: ચીનની બોર્ડિંગ સ્કૂલ હોસ્ટેલમાં લાગેલી આગના લીધે 13 લોકોના મોત

China Boarding School Fire: શાળામાં આગની ઘટના બાદ લોકોએ સુરક્ષામાં કોઈપણ ખામી માટે જવાબદારોને સજાની માંગ કરી

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ China Boarding School Fire: ભારતના પાડોશી દેશ ચીનને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હકીકતમાં, અહીં હેનાન પ્રાંતમાં એક સ્કૂલ હોસ્ટેલમાં લાગેલી આગમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 1 વ્યક્તિ ઘાયલ થયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, યાનશાનપુ ગામની યિંગકાઈ સ્કૂલમાં આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. બચાવકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થલ પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ મામલામાં શાળાના વડાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સલામતીનાં ધોરણોને લીધે ચીનમાં જીવલેણ આગ સામાન્ય છે. શાળામાં આગની ઘટના બાદ લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને સુરક્ષામાં કોઈપણ ખામી માટે જવાબદારોને સજાની માંગ કરી હતી.

આ પણ વાંચો… Slaughter House Closed in Guj: 22મી જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો