Export of dragon fruit

Corona virus found in dragon fruit: આ દેશમાં ડ્રેગનફ્રુટમાં દેખાયો કોરોના વાયરસ, સંખ્યાબંધ સુપર માર્કેટ બંધ કરાવાયા

Corona virus found in dragon fruit: રિપોર્ટ પ્રમાણે ચીનના જેજિયાંગ અને જિયાંગ્શી પ્રાંતના નવ શહેરોમાં ફળોની કરાયેલી ચકાસણીમાં કોરોના વાયરસ દેખાયો છે

નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃCorona virus found in dragon fruit: કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન અગાઉના તમામ વેરિએ્ન્ટ કરતા ખતરનાક બનીને સામે આવ્યો છે.

તમામ દેશો  તેના સપાટામાં આવી ચુકયા છે.હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ચીનમાં ડ્રેગન ફ્રુટમાં પણ કોરોનાએ દેખા દીધી છે.આ ડ્રેગન ફ્રુટની આયાત વિયેતનામથી કરવામાં આવી હતી.એ પછી ચીને સંખ્યાબંધ સુપર માર્કેટ બંધ કરાવી દીધા છે.

આ પણ વાંચોઃ india Corona third wave update: કોરોનાની ત્રીજી લહેર ડોકટરોને કરી રહી છે ટાર્ગેટ, 1000 કરતા વધુ ડોકટરો સંક્રમિત- 24 કલાકમાં કોરોનાના 90000 કેસ થયા

રિપોર્ટ પ્રમાણે ચીનના જેજિયાંગ અને જિયાંગ્શી પ્રાંતના નવ શહેરોમાં ફળોની કરાયેલી ચકાસણીમાં કોરોના વાયરસ દેખાયો છે.એ પછી જેમણે ફ્રુટ ખરીદયા છે તેમને ક્વોરેન્ટાઈન થવા માટે કહેવાયુ છે.

ચીને વિયેતનામથી ડ્રેગન ફ્રુટની આયાત પર પણ 26 જાન્યુઆરી સુધઈ પ્રતિબંધ મુકી દીધો છે.ઉલ્લેખનીય છે કે, ચીનમાં શીઆન કોરોના વાયરસ વધ્યા બાદ પહેલેથી જ લોકડાઉન લગાવી દેવાયેલુ છે.

Whatsapp Join Banner Guj