Murder

Gujarati Youth Murdered in SA: વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીની હત્યા, વાંચો સમગ્ર મામલો…

Gujarati Youth Murdered in SA: ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી

અમદાવાદ, 30 ઓગસ્ટઃ Gujarati Youth Murdered in SA: વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. હકીકતમાં અહીં, સાઉથ આફ્રિકા ખાતે મૂળ ગુજરાતી યુવકની હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આફ્રિકાના પીટોરીયા નજીકના ટાઉનમાં લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી. આસિફ ભાઈ લિયાક્ત સંત મનુબર ગામથી રોજગારી માટે આફ્રિકા ગયા હતા. પરંતુ તેમની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે પીટોરીયા નજીકના ટાઉનમાં અકસ્માત જેવી સામાન્ય બાબતે હત્યા થઈ હોવાનું કારણ જાણવા મળી રહી છે. સાઉથ આફ્રિતાના લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી.

મારામારીની ઘટનામાં તિક્ષણ હથિયાર વડે હુમલો થતા ભરૂચના વતની યુવાનનું મોત થયું હતું. મૂળ ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના ઈસમની હત્યા થઈ છે. જેના કારણે સ્વદેશમાં વસ્તા પરિવાર જનોમાં શોકનો માહોલ પ્રસર્યો છે.

આ પણ વાંચો… Asia Cup 2023: આજથી એશિયા કપની શરૂઆત, પાકિસ્તાન-નેપાલ વચ્ચે મુકાબલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો