Asia Cup 2023

Asia Cup 2023: આજથી એશિયા કપની શરૂઆત, પાકિસ્તાન-નેપાલ વચ્ચે મુકાબલો…

Asia Cup 2023: બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવા મેદાનમાં ઉતરશે

ખેલ ડેસ્ક, 30 ઓગસ્ટઃ Asia Cup 2023: એશિયા કપ 2023 આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે. અગાઉ પાકિસ્તાને પ્રથમ મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવા મેદાનમાં ઉતરશે. 

ત્રણ ફાસ્ટ બોલરો સિવાય પાકિસ્તાને પ્લેઈંગ-11માં ત્રણ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રાખ્યા છે. આ સિવાય ટીમની બેટિંગ પણ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ફખર ઝમાન અને ઇમામ-ઉલ-હક ઓપનિંગમાં ઉતરશે.

બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ઇફ્તિખાર અહેમદ, સલમાન આગા મિડલ ઓર્ડરમાં રમશે. શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ પણ નીચલા ક્રમમાં બેટિંગ કરી શકે છે. નસીમ ઉપરાંત શાહીન આફ્રિદી અને હારિસ રઉફ ઝડપી બોલિંગનું નેતૃત્વ કરશે.

કેટલા વાગ્યે શરૂ થશે પાકિસ્તાન અને નેપાળની મેચ

આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારતમાં ટીવી પર મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પાકિસ્તાન-નેપાળ મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar એપ પર થશે. યુઝર્સ આ મેચ મોબાઈલ પર ફ્રીમાં જોઈ શકશે.

નેપાળ સામેની મેચ માટે પાકિસ્તાનની પ્લેઈંગ-11: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, મોહમ્મદ રિઝવાન, ઇફ્તિખાર અહેમદ, સલમાન આગા, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ.

આ પણ વાંચો… Raksha Bandhan 2023: રક્ષાબંધન પર 700 વર્ષ બાદ પંચમહાયોગ, ભૂલમાં પણ ન કરતા આ 6 ભૂલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો