Board Exams : આજથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરુ, મુખ્યમંત્રીએ આપી શુભેચ્છા

Board Exams : 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

ગાંધીનગર, 11 માર્ચઃ Board Exams : રાજ્યમાં આજે ધો.10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10માં 9.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો સ્ટ્રોંગ રૂમથી બોર્ડના પેપર પૂરતી વ્યવસ્થા વચ્ચે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવશે. જે માટે બે સરકારી કર્મચારી અને બે ગાર્ડ સાથે પેપર સીલ બંધ પેકમાં સેન્ટર સુધી પહોંચશે. ડિવિઝનલ ઓફિસરની દેખરેખ હેઠળ પેપર સેન્ટર સુધી પહોંચાડવા રવાના કરાયા છે. આ ઉપરાંત આજે 1.65 લાખ વિદ્યાર્થીઓ રીપીટર તરીકે પરીક્ષા આપશે.  

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોરણ ૧૦ અને ૧૨ની આજ થી શરુ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં બેસનારા ગુજરાતના તમામ  વિદ્યાર્થીઓને  પરિક્ષામાં  સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું છે કે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મેળવવા માટેનો અવસર બની જશે. તમે બધા બોર્ડની પરીક્ષામાં સારુ પર્ફોર્મ કરો. આગળ ઉચ્ચ કારકિર્દી તમારી રાહ જોઇ રહી છે. આ અમૃતકાળ વિદ્યાર્થીઓના સપના સાકાર કરવાનો અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભકામના પણ મુખ્યમંત્રીએ આપી.

આ પણ વાંચોઃ Sophia Leone Death: એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનનું નિધન, એક્ટ્રેસ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી

ઉલ્લેખનીય છે કે, બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો પણ સ્ટેન્ડ ટુ રહેશે. વિદ્યાર્થીઓ ક્યાંક અટવાશે તો પોલીસ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાશે, અકસ્માતમાં થાય કે પછી સ્લીપ ખોવાય તો પોલીસની મદદ માંગી શકે છે. બોર્ડની પરીક્ષાના મહત્વના ડોક્યુમેન્ટ ખોવાય તો પણ પોલીસ મદદે આવશે. આ માટે પોલીસ કન્ટ્રોલ રૂમ 100 નંબર પર ફોન કરવાનો રહેશે. પોલીસ વિદ્યાર્થીઓને સમયસર મદદ પહોંચાડવાનો પ્રયાસ કરશે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો