IS terrorist arrested in russia

IS terrorist arrested in russia: BJP ના મોટા નેતા પર હુમલો કરવાનો હતો આ આતંકવાદી, રશિયાએ ISIS ના આતંકીની પૂછપરછમાં કર્યો ખુલાસો

IS terrorist arrested in russia: રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસના ચીફે સોમવારે જણાવ્યું કે તેમના અધિકારીઓએ એક સ્યુસાઈડ બોમ્બરને અટકાયતમાં લીધો છે

નવી દિલ્હી, 22 ઓગષ્ટઃ IS terrorist arrested in russia: રશિયાએ ભારતમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહેલા આઈએસના એક આત્મઘાતી હુમલાખોરને અટકાયતમાં લીધો છે. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસના ચીફે સોમવારે જણાવ્યું કે તેમના અધિકારીઓએ એક સ્યુસાઈડ બોમ્બરને અટકાયતમાં લીધો છે. જે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સમૂહનો સક્રિય સભ્ય છે. એજન્સીએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે આ આતંકી ભારતની સત્તાધારી પાર્ટી ભાજપના એક મોટા નેતા પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. 

રશિયાની ન્યૂઝ એજન્સી સ્પુતનિકમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ FSB એ રશિયામાં પ્રતિબંધિત આતંકવાદી સમૂહ ઈસ્લામિક સ્ટેટની ઈન્ટરનેશનલ યુનિટના એક સભ્યની ઓળખ કરતા તેને તરત દબોચી લીધો. આરોપી આતંકી કોઈ મધ્ય એશિયાઈ દેશનો મૂળ રહીશ છે. જે ભારતના એક મોટા નેતા પર હુમલો કરવાની ફિરાકમાં હતો. રશિયાની એજન્સીના નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે અટકાયતમાં લેવાયેલા આ આતંકીની ભરતી તુર્કીમાં આત્મઘાતી હુમલાખોર તરીકે થઈ હતી. 

આ પણ વાંચોઃ Home remedies for Black and white heads: બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સથી છુટકારો મેળવવા માટે અજમાવી જુઓ આ સરળ નુસખા

આ પણ વાંચોઃ Tomato Flu: કોરોના બાદ આ વાયરસ માત્ર બાળકોને બનાવી રહ્યો છે શિકાર- બાળકોનું રાખો વિશેષ ધ્યાન

Gujarati banner 01