Navratri celebration in Afghanistan

Navratri celebration in Afghanistan: તાલિબાન શાસનમાં પણ હિન્દુ સમુદાયે, ‘હરે રામા, હરે કૃષ્ણા’ની ગૂંજ, હિન્દુઓએ મંદિરમાં આ રીતે નવરાત્રિ ઉજવી

Navratri celebration in Afghanistan: કાર્યક્રમમાં લગભગ 150 લોકો એકઠા થયા હતા, જેમાં અફઘાનમાં રહેનાર હિંદુઓની સાથે શીખ પણ સામેલ હતા

કાબુલ, 13 ઓક્ટોબરઃ Navratri celebration in Afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ જે ડરનો માહોલ હતો, ત્યાં ધીમે-ધીમે થોડો સુધારો થવા લાગ્યો છે. આનુ તાજુ ઉદાહરણ રાજધાની કાબુલમાં જ જોવા મળ્યુ છે. ત્યાં હિન્દુ સમુદાયના લોકોએ નવરાત્રિના પાવન અવસરે કિર્તન અને જગરાતા કર્યા.

મંગળવારે હિન્દુઓએ કાબુલમાં સ્થિત અસમાઈ મંદિરમાં કિર્તન અને જાગરણ કર્યુ. કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેને અસમાઈ મંદિરનો જ જણાવાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ CNG PNG Price:પેટ્રોલ-ડીઝલના હાઈ રેટ વચ્ચે CNG-PNG ફરી થયા મોંઘા, 8 મહિનામાં 5 વખત વધ્યા ગેસના ભાવ

Advertisement

કાબુલ સ્થિત અસમાઈ મંદિરની મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રામ શરણ સિંહે કહ્યુ કે તેમણે કિર્તન અને જાગરણની સાથે-સાથે ભંડારાનુ પણ આયોજન કર્યુ, જેમાં જરૂરિયાતમંદને ભોજન આપવામાં આવતુ હતુ. કાર્યક્રમમાં લગભગ 150 લોકો એકઠા થયા હતા, જેમાં અફઘાનમાં રહેનાર હિંદુઓની સાથે શીખ પણ સામેલ હતા

આ હિન્દુ અને શીખોએ ભારત સરકારને જલ્દી અફઘાનિસ્તાનમાંથી નીકાળવાની અપીલ પણ કરી છે. આ લોકોનુ કહેવુ છે કે હાલ અફઘાનની આર્થિક પરિસ્થિતિ બિલ્કુલ સારી નથી અને તેમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ મંદિર કાબુલમાં સ્થિત કરતે પરવાન ગુરૂદ્વારાથી 4-5 કિલોમીટર દૂર સ્થિત છે. કરતે પરવાન ગુરૂદ્વારામાં ગયા અઠવાડિયે શંકાસ્પદ તાલિબાન યોદ્ધાઓએ તોડફોડ કરી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Parking charge in Ahmedabad: અમદાવાદમાં પાર્કિંગ ચાર્જમાં થશે મોટા ફેરફાર, વાંચો વિગત

Whatsapp Join Banner Guj