CNG Price increase for vehicles

CNG PNG Price:પેટ્રોલ-ડીઝલના હાઈ રેટ વચ્ચે CNG-PNG ફરી થયા મોંઘા, 8 મહિનામાં 5 વખત વધ્યા ગેસના ભાવ

CNG PNG Price: દિલ્હી-એનસીઆરમાં મોટા ભાગની ગાડીઓ બસ, ટેક્સી અને ઓટો સીએનજી પર ચાલે છે

બિઝનેસ ડેસ્ક, 13 ઓક્ટોબરઃ CNG PNG Price: ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્વારા ફરી એક વખત સીએનજી અને પીએનજીના ભાવ વધારવામાં આવ્યા છે. 10 દિવસમાં બીજી વખત ગેસના ભાવ વધારવામાં આવ્યા છે અને આજથી એટલે કે, 13મી ઓક્ટોબરથી નવી કિંમતો લાગુ થઈ રહી છે. અગાઉ 2 ઓક્ટોબરના રોજ પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે ટોટલ 5મી વખત સીએનજી અને પીએનજીની કિંમતો વધારવામાં આવી છે. 

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના અહેવાલ પ્રમાણે સીએનજી અને પીએનજી 2 રૂપિયા કરતા વધારે મોંઘા થયા છે. રાજધાની દિલ્હીમાં આજથી સીએનજી 49.76 રૂપિયે પ્રતિ કિલો અને પીએનજી 35.11 રૂપિયે પ્રતિ એસસીએમની કિંમતે મળશે. 

આ પણ વાંચોઃ Parking charge in Ahmedabad: અમદાવાદમાં પાર્કિંગ ચાર્જમાં થશે મોટા ફેરફાર, વાંચો વિગત

જ્યારે નોએડા, ગ્રેટર નોએડા અને ગાઝિયાબાદમાં સીએનજી 56.02 રૂપિયે પ્રતિ કિલો અને ગુરૂગ્રામમાં 58.20 રૂપિયે પ્રતિ કિલોના હિસાબથી મળશે. જ્યારે પીએનજીની વાત કરીએ તો નોએડા, ગ્રેટર નોએડા અને ગાઝિયાબાદમાં પર્તિ એસસીએમની કિંમત 34.86 રૂપિયા અને ગુરૂગ્રામમાં 33.31 રૂપિયા રહેશે. 

ગત વર્ષે 4 ઓક્ટોબરના રોજ સીએનજી અને પીએનજીની કિંમતો વધી હતી. તે સમયે રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત વધીને 42.70 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીની કિંમત 27.50 રૂપિયા પ્રતિ એસસીએમ થઈ ગઈ હતી. દિલ્હી-એનસીઆરમાં મોટા ભાગની ગાડીઓ બસ, ટેક્સી અને ઓટો સીએનજી પર ચાલે છે. આઈજીએલના મતે પેટ્રોલ-ડીઝલની તુલનાએ સીએનજી ખૂબ સસ્તું છે. સીએનજીથી ચાલતી ગાડીઓની ઓપરેશનલ કોસ્ટ પેટ્રોલની તુલનાએ 66 ટકા અને ડીઝલની તુલનાએ 28 ટકા ઓછી હોય છે. 

Whatsapp Join Banner Guj