Parking charge in Ahmedabad: અમદાવાદમાં પાર્કિંગ ચાર્જમાં થશે મોટા ફેરફાર, વાંચો વિગત

Parking charge in Ahmedabad: અમદાવાદમાં ટૂવ્હીલર માટે પ્રતિ કલાક 10 થી 15 અને ફોર-વ્હીલર માટે 20થી 25 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવા વિચારણા

અમદાવાદ, 13 ઓક્ટોબરઃ Parking charge in Ahmedabad: અમદાવાદમાં ટૂ-વ્હીલર માટે પ્રતિ કલાક 10થી 15 અને ફોર-વ્હીલર માટે 20થી 25 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવા વિચારણા અમદાવાદમાં ટૂ વ્હીલરની પાર્કિંગ માટે નવા ચાર્જ વસૂલ કર્યા છે.

હવે નવી પોલીસી પ્રમાણે અમદાવાદમાં ટૂવ્હીલર માટે પ્રતિ કલાક 10 થી 15 અને ફોર-વ્હીલર માટે 20થી 25 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવા વિચારણા ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Coal and Power crisis: હવે દરેક દિવસે કોલસાનું ઉત્પાદન 20 લાખ ટન થશે, સરકારે સંકટનું કારણ પણ જણાવ્યું

આ નવી પોલિસી મુજબ 12 મીટરથી પહોળાઇ ધરાવતાં રોડ પર એક બાજુ પાર્કિંગ સ્પેસ આપવાની વિચારણા થઇ થઇ રહી છે. આ નવી પોલિસીમાં 10 ટકા સ્પેસ સિનિયર સિટિઝન અને દિવ્યાંગ રિઝર્વ રાખવાની પણ વિચારણા થઇ રહી છે. આ સાથે ટોઇંગ માટેના પણ નવા નિયમ બનાવાશે.

ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ટકોર કરી હતી કે, ગુજરાતના મેટ્રો શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યા છે તેમજ મૉલ અથવા અન્ય બજારોમાં પણ પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા નથી.

Whatsapp Join Banner Guj