Corona vaccine for kids

Corona Vaccine approved for children in india: ભારત સરકારે બાળકોની વેક્સિનને આપી મંજૂરી, બે ડોઝ લેવા પડશે

Corona Vaccine approved for children in india: ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા 2 થી 18 વર્ષના બાળકો માટેની કોવેક્સીન કોરોના રસીને મંજૂરી આપી 

નવી દિલ્હી, 12 ઓક્ટબરઃ Corona Vaccine approved for children in india: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા 2 થી 18 વર્ષના બાળકો માટેની કોવેક્સીન કોરોના રસીને મંજૂરી આપી દેવામાં આવી છે.

સરકાર તરફથી વહેલી તકે તેનો ઉપયોગ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. બાળકોને આ રસીના બે ડોઝ આપવામાં આવશે. આ પહેલા ઝાયડસ કેડિલાની વેકસીન ઝાયકોવ-ડીને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેને 12 વર્ષથી વધારે વયના કિશોરોને પણ લગાવી શકાય તેમ છે. ભારતમાં બનેલી આ દુનિયાની પહેલી ડીએનએ આધારિત વેક્સીન છે.

આ પણ વાંચોઃ Anil starch mill owner Arrested: અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શેઠની ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના કેસમાં કરી ધરપકડ- વાંચો શું છે મામલો?

દેશમાં અત્યારે પુખ્ત વયના લોકોને કોવિશીલ્ડ, કોવેક્સીન અને સ્પુતનિક-વીની રસી આપવામાં આવી છે. આ રસીના પણ બે ડોઝ આપવામાં આવે છે. જોકે ઝાયકોવ-ડી ના ત્રણ ડોઝ મુકવાના હોય છે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જુલાઈ માસમાં જ કહ્યુ હતુ કે, દેશમાં બે કંપનીઓ કોરોના વેક્સીન ડેવલપ કરવા માટે કામ કરી રહી છે. ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેકના ટ્રાલય ચાલી રહ્યા છે.

Whatsapp Join Banner Guj