oman flood

Oman flood: ઓમાનમાં ભારે વરસાદે વિનાશ વેર્યો; 17ના અવસાન

Oman flood: વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલા વાહનને અકસ્માત નડ્યો હતો અને તેમાં સવાર બાળકો સહિત ડ્રાઈવરનું મોત થયું હતું.

whatsapp banner

ઓમાન: Oman flood: ભારે વરસાદને કારણે ઓમાનમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે શાળાના બાળકોને લઈ જઈ રહેલા વાહનને અકસ્માત નડ્યો હતો. વરસાદમાં અત્યાર સુધીમાં શાળાના બાળકો સહિત 17 લોકોના મોત થયા છે. વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલા વાહનને અકસ્માત નડ્યો હતો અને તેમાં મુસાફરી કરી રહેલા બાળકો સહિત ડ્રાઈવરનું મોત થયું હતું.

ઓમાનની સરકારી સમાચાર એજન્સી અનુસાર રોયલ ઓમાન પોલીસ અને ઓમાની આર્મી પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં મદદ કરી રહી છે. આ દરમિયાન દુબઈમાં પણ ભારે વરસાદની આશંકા છે. કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો