train 7

New Train for Amdavad-Gorakhpur: પશ્ચિમ રેલવે અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

New Train for Amdavad-Gorakhpur: આ ટ્રેનના તમામ કોચ સ્લીપર ક્લાસના હશે, ટિકિટનું બુકિંગ 16 એપ્રિલથી શરૂ થશે.

whatsapp banner

અમદાવાદ, 15 એપ્રિલ: New Train for Amdavad-Gorakhpur: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09403/09404 અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ (બે ટ્રીપ)

ટ્રેન નંબર 09403 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ અમદાવાદથી બુધવાર, 17 એપ્રિલ, 2024ના રોજ સવારે 09:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 14:00 કલાકે ગોરખપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09404 ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ ગોરખપુરથી ગુરુવાર, 18 એપ્રિલ 2024 ના રોજ 17:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:40 કલાકે અમદાવાદ પહોંચશે.

આ પણ વાંચો:- Action plan against heatwave: રાજ્યમાં સંભવિત હિટવેવની અસર સામે રાજ્ય સરકારનો એક્શન પ્લાન

માર્ગમાં બંને દિશામાં, આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ સ્લીપર ક્લાસના હશે.

ટ્રેન નંબર 09403 નું બુકિંગ 16 એપ્રિલ, 2024 થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થાય છે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો