uswomansetsworldrecord 1 1622290583

આ ગર્ભવતી મહિલાએ એક ડિલિવરી બાદ 5 જ દિવસમાં ફરી 2 બાળકોને જન્મ આપ્યો અને બનાવ્યો World Record..!

ન્યૂયોર્ક, 01 જૂનઃWorld Record: સામાન્ય કરતા કંઇક જૂદુ હોય ત્યારે લોકોને જાણવું ગમે છે. ત્રણ બાળકોનો એક સાથે જન્મ થવો સામાન્ય છે, પરંતુ એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ તો આપ્યો પણ ત્રણેય બાળકોની ડિલિવરીમાં પાંચ દિવસનું અંતર હતું. આ ત્રણેય બાળકો એકદમ સ્વસ્થ છે. તેમજ ન્યૂયોર્કની આ મહિલાના નામે ડિલીવરી વચ્ચે સૌથી વધુ સમયના અંતરનો વર્લ્ડ રેકોર્ડ(World Record) બની ગયો છે.

World Record

અમેરિકાના ન્યૂયોર્કની 33 વર્ષની કાયલી ડેશેને 28 ડિસેમ્બર 2019ના રોજ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો અને ત્યારબાદ પાંચ દિવસ પૂરા થયા બાદ 2 જાન્યુઆરી 2020ના રોજ અન્ય બે બાળકો (જૂડવા)ને જન્મ આપ્યો હતો. ન્યૂયોર્કમાં રહેતી કાયલીના નામે હવે ત્રણ બાળકોના જન્મની વચ્ચે સૌથી લાંબા અંતરાલનો વિશ્વ રેકોર્ડ(World Record) બનાવ્યો છે, કેમ કે અગાઉનો રેકોર્ડ બે દિવસનો હતો. ત્રણેય બાળક (રોવન, ડેક્લન,અને સિયાન) હવે 17 મહિનાના થઈ ગયા છે અને એકદમ સ્વસ્થ છે. કાયલીના એક બાળક સિયાનની બચવાની માત્ર 9 ટકા સંભાવના હતી, કેમ કે તેનો જન્મ 22 અઠવાડિયામાં જ થયો હતો.

World Record

કાયલીના ગર્ભમાં બે અન્ય બાળકો પણ હતા. જેના માટે ડૉક્ટર્સ ઈચ્છતા હતા કે તેમની ડિલીવરી થોડી મોડી થાય, પરંતુ પાંચ દિવસ બાદ 2 જાન્યુઆરી 2020ના રોજ કાયલીને ફરીથી પ્રસવ પીડા શરૂ થઈ, અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં કાયલીએ બે જોડીયા બાળકોને જન્મ આપ્યો. કાયલીએ જણાવ્યું કે, છેલ્લાં ચાર વર્ષથી ગર્ભવતી થવાનો પ્રયાસ કરી રહી હતી. બાદમાં, પતિ બ્રેંડનની સલાહથી IVF દ્વારા ગર્ભધારણ કરવાનો નિર્ણય કર્યો. કાયલીએ જણાવ્યું કે, અમે બે ભ્રૂણ રાખવાનું નક્કી કર્યું હતું. કાયલીએ કહ્યું કે અમને કહેવામાં આવ્યું હતું કે જોડિયા બાળકો રહેવાની 10 ટકા શક્યતા છે. પરંતુ જ્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ત્રણ બાળકો હતા તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા.

World Record

કાયલીના જણાવ્યા પ્રમાણે, પ્રેગ્નન્સી દરમિયાન ઘણી મુશ્કેલી સામે આવી પરંતુ ડૉક્ટરોની સલાહથી બધી સમસ્યા દૂર થઈ. જ્યારે પ્રસવ વીડા થઈ તો એક બાળકનો જન્મ થયો અને પછી ડૉક્ટરોએ જણાવ્યું કે, બે બાળકોના જન્મ માટે રાહ જોવી પડશે અને પાંચ દિવસ બાદ ફરીથી પ્રસવ પીડા થઈ અને બે બાળકોને જન્મ આપ્યો. આ બાળકોનું વજન 500થી 700 ગ્રામ જેટલું હતું, જેના કારણે ચાર મહિના સુધી ત્રણેય બાળકોને ICUમાં રાખવામાં આવ્યા હતા. જો કે હવે ત્રણેય બાળકો એકદમ સ્વસ્થ છે.

આ પણ વાંચો….

સરકારે વાયરસને ‘ઇન્ડિયન વેરિયન્ટ’ કહેવા બાબતે વાંધો ઉઠાવતા WHOએ નામ બદલ્યું, જાણો નવું ભારતીય વેરિયન્ટનું નામ..?