Underworld Don amir balaz Dead: પાકમાં નિકાહ સમારોહમાં આડેધડ ફાયરિંગ દરમિયાન અંડરવર્લ્ડ ડોન આમીર બલાઝનું મોત થયુ- વાંચો વિગત
Underworld Don amir balaz Dead: લાહોરના ચુંગ વિસ્તારમાં લગ્ન સમારોહ દરમિયાન એક હુમલાખોર બલાઝ અને અન્ય બે લોકો પર ગોળીબાર કર્યો
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરીઃ Underworld Don amir balaz Dead: પાકિસ્તાનમાં આમીર બલાઝ એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. આ દરમિયાન હુમલાખોરે બલાઝ સહિત ત્રણ લોકો પર ગોળીબાર કર્યો હતો. 2010મા અંડરવર્લ્ડ ડોનના પિતાની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બલાઝના દાદા પણ લાહોરના અંડરવર્લ્ડ ડોન હતા.
આ પણ વાંચોઃ Hyatt Hotel IPO: Hyatt હોટેલનો આવી રહ્યો છે 1800 કરોડ રૂપિયાનો IPO- વાંચો વિગત
પાકિસ્તાની મીડિયા અનુસાર, લાહોરના ચુંગ વિસ્તારમાં લગ્ન સમારોહ દરમિયાન એક હુમલાખોર બલાઝ અને અન્ય બે લોકો પર ગોળીબાર કર્યો હતો. બલઝની સુરક્ષા કરી રહેલા લોકોએ જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જો કે, હજુ હુમલાખોરની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમીર બલાઝ ટીપુ લાહોર અંડરવર્લ્ડ હતો. તેની ત્રણ પેઢીઓથી લાહોરમાં પ્રભુત્વ ધરાવે છે. બલાઝ ટ્રાન્સપોર્ટ બિઝનેસ ચલાવતો હતો.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો