IPO

Hyatt Hotel IPO: Hyatt હોટેલનો આવી રહ્યો છે 1800 કરોડ રૂપિયાનો IPO- વાંચો વિગત

Hyatt Hotel IPO: આઇપીઓમાં 5 કરોડ શેરનો સંપૂર્ણ ફ્રેશ ઈશ્યૂ સામેલ છે, જે લક્ઝરી હોટેલ ડેવલપમેન્ટ અને માલિકી કંપની માટે નોંધપાત્ર નાણાકીય પગલું છે

બિઝનેસ ડેસ્ક, 19 ફેબ્રુઆરીઃ Hyatt Hotel IPO: જ્યુનિપર હોટેલ્સ તેનો IPO લોન્ચ કરવા માટે તૈયાર છે, જેનો હેતુ બુક-બિલ્ટ ઈશ્યુ દ્વારા 1,800 કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે. આઇપીઓમાં 5 કરોડ શેરનો સંપૂર્ણ ફ્રેશ ઈશ્યૂ સામેલ છે, જે લક્ઝરી હોટેલ ડેવલપમેન્ટ અને માલિકી કંપની માટે નોંધપાત્ર નાણાકીય પગલું છે.

જ્યુનિપર હોટેલ્સનો IPO સબ્સ્ક્રિપ્શન માટે 21 ફેબ્રુઆરીના રોજ ખુલશે અને 23 ફેબ્રુઆરી સુધી તેમાં રોકાણ કરી શકાય છે. 26 ફેબ્રુઆરીએ ફાળવણી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શક્યતા છે. IPO નું શેરબજારમાં લિસ્ટિંગ 28 ફેબ્રુઆરીના રોજ BSE અને NSE પર થશે.

આ પણ વાંચોઃ PM Modi in Kalki Dham: પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે, વધુ એક પવિત્ર ધામનો શિલાન્યાસ કર્યો – વાંચો વિગત

કંપનીના IPO માં શેર દીઠ પ્રાઈસ બેન્ડ 342 થી 360 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. અરજી માટે મિનિમમ લોટ સાઈઝ 40 શેર છે, જેમાં છૂટક રોકાણકારોને ઓછામાં ઓછું 14,400નું રોકાણ કરવું પડશે. JM ફાઇનાન્શિયલ લિમિટેડ, CLSA ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ICICI સિક્યોરિટીઝ લિમિટેડને જ્યુનિપર હોટેલ્સ IPO માટે બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કંપનીની સ્થાપના સપ્ટેમ્બર 1985માં થઈ હતી. જુનિપર હોટેલ્સ લિમિટેડ પાસે 7 હોટેલ અને સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સનો પોર્ટફોલિયો છે. 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં કુલ 1,836 રૂમ છે. 31 માર્ચ, 2023 અને માર્ચ 31, 2022 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષો વચ્ચે આવકમાં 108.66 ટકા અને કર બાદનો નફો (PAT) 99.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો https://www.facebook.com/plugins/like.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fbharatdeshkiaawaz%2F&width=450&layout=standard&action=like&size=small&share=true&height=35&appId=324412455274770